મુંબઇ-ગોવાની વચ્ચે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બનતા આગામી ગુરૃવાર સુધી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે ધોધમાર તો કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ ઝીંકાવવાની આગાહી કરાઇ છે.
કેટલાક સ્થળોએ છાંટા

સુરત શહેરનું આજનું અધિકતમ તાપમાન 32.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા, હવાનું દબાણ 1008.6 મિલીબાર અને દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન આજે શહેરમાં બપોરે હવામાનમાં અચાનક ફેરફાર આવતાની સાથે જ કેટલાક સ્થળોએ છાંટા પડયા હતા.
દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ

આ હવામાનમાં ફેરફાર અંગે હવામાનવિદો જણાવે છે કે મુંબઇ-ગોવા વચ્ચેના દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. જેથી હવામાનમાં ફેરફાર આવી રહયાં છે. તેની અસર ગુરૃવાર સુધી રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દેમાર તો કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. આમ આગામી ત્રણ દિવસ સુધી શહેરીજનોએ રેઇનકોટ કે છત્રી લઇને જ બહાર નિકળવુ. જેના કારણે વરસાદ વરસે તો બચી શકાય.
Read Also
- સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર
- મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય
- સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…
- ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા
- મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ