તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે અને ફેસ્ટિવ સીઝન એટલી મીઠાઇઓની સીઝન. તહેવાર હોય અને ઘરમાં મીઠાઇ ન બને એવું બને જ કેવી રીતે. મીઠાઇ ખાવાના શોખીનો તો બસ ફેસ્ટિવ સીઝન શરૂ થાય તેની જ રાહ જોઇને બેઠા હોય છે પરંતુ આ મીઠાઇ ખાવાની સાથે તેમાં રહેલી ખાંડ, ફેટ અને માવો તમારી વેટ લૉસ કરવાની મહેનત પર પાણી ફેરવી દે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે લઇને આવ્યા છે પરંપરાગત કેસરી ભાતની એવી શાનદાર રેસિપી જે તમારુ વજન નહીં વધવા અને તમારા જીભને ટેસડાને પણ પૂરો કરશે.
એકદમ સ્વાદિષ્ટ, હેલ્ધી અને એકદમ શુગર ફ્રી રેસિપી
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ રેસિપીમાં 989 Kcal કેલરી, 183.4 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 16.9 ગ્રામ પ્રોટીન, 20.7 ગ્રામ ફેટ અને 7.9mg આયરન છે. સાથે જ તેમાં રહેલા કેસરના ગુણ તેને વધુ હેલ્ધી બનાવે છે.

હેલ્ધી કેસરી ભાત અથવા જર્દા પુલાવ બનાવવા માટે તમારે આ સામગ્રીની જરૂર પડશે:
- 1 કપ ચોખા
- 6-7 બદામ, કાજુ (કતરણ)
- 10-15 કિસમિસ
- 2 નાની એલચી
- 8-10 કેસરના તાંતણા
- 3/4 કપ બ્રાઉન શુગર
- 2-3 ચમચી ઘી
આ રીતે બનાવો કેસરી ભાત
- પહેલા કેસરને અડધો કપ પાણીમાં પલાળો અને બાજુ રાખો.
- હવે ધોયેલા ચોખાને નવશેકા પાણીમાં નાંખો અને તેને 30 મિનિટ માટે મૂકી દો.
- હવે એક કડાઈમાં ઘી ગરમ કરો.
- ત્યારબાદ તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાંખો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને તેને બહાર કાઢીને એક અલગ વાસણમાં રાખો.
- એ જ પેનમાં નાની ઈલાયચી અને લવિંગ ઉમેરો.
- હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને 8-10 મિનિટ સુધી મધ્યમ આંચ પર રાંધો.
- ત્યારબાદ તેમાં ખાંડ અને તળેલા કાજુ- બદામ ઉમેરી તેને ઢાંકીને બરાબર પકાવો.
- આંચ બંધ કરો, કેસરનું પાણી નાંખો અને5-7 મિનિટ સુધી ઢાંકી દો.
- હવે બાકીના ડ્રાયફ્રૂટને કેસર ભાત પર ગાર્નિશ કરો.
- તૈયાર છે કેસરી ભાત.
અહીં જાણો કેસરી ભાતનાં 3 આરોગ્ય લાભો
કેસરની ગુડનેસ

કેસર ભાત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે કેસરમાં એન્ટિ-ઇંફ્લેમેટરી, એન્ટિઆલ્ઝાઇમર અને એન્ટીઓકિસડન્ટ ગુણ છે જે ઘણા રોગો સામે લડવામાં અને રક્ષણ કરવામાં કારગર છે. કેસર આપણી ભૂખ વધારે છે અને પાચક શક્તિને સુધારે છે. તેમજ તેને ખાવાથી ત્વચા સંબંધિત રોગોથી છૂટકારો મળી શકે છે.આહારમાં કેસરનું નિયમિત સેવન કરવાથી અનિંદ્રા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
સુકા મેવા

કેસર ભાતમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરો, તે તમને આરોગ્યની સાથે સ્વાદ પણ આપશે. સુકા મેવા વિના કેસર ભાતનો સ્વાદ અધૂરો છે. ડ્રાય ફ્રૂટ્સ અને બદામમાં ઘણા બધા કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જે સ્નાયુઓને મજબૂત રાખે છે. ડ્રાય ફ્રૂ્ટ્સ અને બદામમાં હાજર એન્ટિ-ઇંફ્લેમેટરી ગુણધર્મો ત્વચાને એક અલગ પ્રકારનો રિફાઇનમેન્ટ આપે છે.
બ્રાઉન સુગર

ખાંડને બદલે, અમે આ કેસર ભાતમાં દેશી ખાંડ એટલે કે બ્રાઉન સુગર ઉમેરી છે. પોટેશિયમ, આયર્ન, મિનરલ્સ અને મેગ્નેશિયમ બ્રાઉન સુગરમાં જોવા મળે છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ રિફાઇન્ડ શુગરની જેમ, તે ઇન્સ્યુલિનને અસર કરતું નથી.
Read Also
- ઈરાક યુદ્ધનો બદલો લેવાના હેતુથી ઘડાયેલુ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનુ કાવતરુ નિષ્ફળ : FBI
- હેલ્થ/ વર્કઆઉટ કર્યા પછી ભૂલથી પણ ના પીતા ઠંડું પાણી, થઈ શકે છે આ મોટા નુકસાન
- મોદી સરકારના 8 વર્ષ / મોદી સરકારે વિકાસ માટે આ મહત્વના નિર્ણયો લઈને ગુજરાતની બદલી દીધી રોનક
- ઉગ્રવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ
- વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ શમ્યો નથી ત્યારે હવે રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો