GSTV
Food Funda Life Trending

શિયાળામાં ગરમાગરમ આ હલવો ખાશો તો ઘટી જશે વજન, આ છે સીક્રેટ રેસિપિ

શિયાળામાં લોકોને સૌથી વધારે ભાવે છે ગાજરનો હલવો. ગાજરનો હલવો દૂધ, ઘી, ખાંડ અને ગાજરના ઉપયોગથી બને છે. આ મીઠાઈ જેટલી ટેસ્ટી હોય છે તેટલી જ ઝડપથી વજન વધારી પણ દે છે. ગાજરનો હલવો ખાવાથી ઝડપથી વજન વધી જાય છે. પરંતુ જો આ હલવો ખાસ રીતે બનાવીને ખાવામાં આવે તો તેનાથી વજન વધતું નથી. કઈ છે આ ખાસ રીત જાણી લો આજે. 

સામગ્રી

– ગાજર 1 કિલો

– ફેટવાળું દૂધ 2 કપ

– ઘી 1થી 2 ચમચી

– એલચી પાવડર  જરૂર મુજબ

– ગોળ સ્વાદાનુસાર

– સૂકા મેવા

રીત

સૌથી પહેલા એક પેનને ગેસ પર મુકી તેમાં ઘી ગરમ કરો. તેમાં ગાજરનું છીણ ઉમેરી તેને બરાબર શેકી લો. ગાજર ત્યાં સુધી ધીમા તાપે શેકવા જ્યાં સુધી તેનું પાણી બળી ન જાય. ગાજરનો રંગ બદલી જાય એટલે તેમાં ગોળ, એલચી પાવડર, દૂધ ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર સાંતળો. જ્યારે દૂધ બળી જાય ત્યારે તેમાં સૂકા મેવા ઉમેરી અને ગરમાગરમ સર્વ કરો.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV