GSTV

લો બ્લડપ્રેશરના દર્દી છો તો આહારમાં આ વસ્તુઓને ખાસ સ્થાન આપો

ખોટી ખાનપાનની આદતો અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે આજના સમયમાં બ્લડપ્રેશરની સમસ્યા ખૂબજ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. લો બ્લડપ્રેશરની સમસ્યાના મુખ્ય લક્ષણ છે ચક્કર આવવા, બેહોશી, થાક અનુભવવો, શ્વાસ લેવામાં તકલિફ પડવી વગેરે છે. આવા લોકોએ બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેની જાણકારી હોવી જરૂરી છે. ઘણાં લોકો ફક્ત હાઈબ્લડપ્રેશરને જ ખતરનાક સમજે છે. પરંતુ લો બ્લડપ્રેશર પણ એટલું જ ખતરનાક છે. શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણના થવાને કારણે લો બ્લડપ્રેશરની સમસ્યા પેદા થાય છે.

દર્દીએ ડાયટમાં સૂકી દ્રાક્ષને સ્થાન આપો

લો બ્લડપ્રેશરના દર્દીઓએ ખોરાકમાં આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. સૂકી દ્રાક્ષમાં વિટામિન્સ અને એન્ટીબોડી ખૂબજ મોટી માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં બ્લડના ફ્લોને યોગ્ય રાખે છે. લો બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના ડાયટમાં સૂકી દ્રાક્ષને રાખવી જોઈએ.

મીઠાવાળી વસ્તુઓનું સેવન વધારો

લો બ્લડ પ્રેશરને વધારવા માટે મીઠાનું સેવન પણ વધારે કરવું જોઈએ. વધુ સોડિયમ યુક્ત વસ્તુનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશરને વધારી શકાય છે. લો બ્લડ પ્રેશર દર્દીઓએ પોતાના ડાયટ – ખોરાકમાં વધુ મીઠાવાળી વસ્તુઓને ઉમેરવી જોઈએ.

બદામયુક્ત દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે

લો બ્લડ પ્રેશરના દર્દીઓએ બદામયુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. બદામયુક્ત દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ સાથે જ લો બ્લડપ્રેશરના દર્દીએ દરરોજ 5થી 6 બદામ પણ ખાવી જોઈએ.

રોજના 5થી 6 તુલસીના પાન ખાવા

લો બ્લડપ્રેશરના દર્દીઓને તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તુલસીના પાનમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન મોટી માત્રામાં હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે સહાયક હોય છે. લો બ્લડપ્રેશરના દર્દીઓએ રોજના 5થી 6 તુલસીના પાન ખાવા જોઈએ.

READ ALSO

Related posts

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!