GSTV

એવરેજ ઓછી આવે છે તો અપનાવો આ ટિપ્સ, ઓછા પેટ્રોલમાં વધુ ચાલશે તમારી બાઈક

પેટ્રોલ

Last Updated on August 14, 2020 by Arohi

પેટ્રોલના દરરોજે વધતા જતા ભાવના કારણે સામાન્ય માણસ પરેશાન છે. મોટાભાગે લોકો પોતાના બાઈકની એવરેજને લઈને દુખી હોય છે. નવી બાઈક ચલાવતી વખતે એવરેજ સારી મળે છે પરંતુ થોડી જુની બાઈક થતાની સાથે જ એવરેજ પર પ્રભાવ પડવાનું શરૂ થઈ જાય છે.

જો તને બાઈક રાઈડર છો અને ઓછા પેટ્રોલની ખપતમાં વધુ એવરેજ ઈચ્છો છો તો અમુક વાતો પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બાઈકને એક જ સ્પીડ પર ચલાવવાનો પ્રયત્ન કરો. સાચા સમય અને સ્પીડ પર ગેર શિફ્ટ કરવાથી એવરેજ વધે છે.

પેટ્રોલ

ટાયર પ્રેશરને મેન્ટેઈન કરો

સારી એવરેજને જાળવી રાખવા માટે ટાયર પ્રેશરને મેન્ટેઈન કરવું ખુબ જરૂરી છે. બાઈકની સર્વિસ કરાવતા રહેવું પણ ખૂબ જરૂરી છે. તેના માટે તમે ઓથરાઈઝ્ડ વર્કશોપ પર વિઝિટ કરો. હંમેશા સારી કંપનીનું એન્જીન ઓઈલ નખાવો. લાંબા સમય સુધી લો ગિયરમાં બાઈક ચલાવવાથી પેટ્રોલનો વધુ વપરાસ થાય છે.

પેટ્રોલ

ક્લચ લીવરને હંમેશા દબાવીને ન રાખો

મોટાભાગે જોવા મળે છે કે બાઈક રાઈડર ક્લચ લીવરને હંમેશા દબાવીને રાખતા હોય છે એવું ન કરો. ટ્રાફિકમાં ઉભા રહેવા પર એન્જીનને ઓન ન કરો. જો તને 30 સેકેન્ડથી વધારે વખત ઉભા રહો છો તો એન્જીનને હંમેશા ઓફ કરી લો. તેનાથી તમારુ પેટ્રોલ ખૂબ બચી શકે છે. બાઈકના સ્પાર્ક પ્લગને સાફ રાખવાથી પણ એવરેજ વધે છે.

Read Also

Related posts

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

pratik shah

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!