આ ફિલ્મ સુશ્રુત અને મિશેલ ઉર્ફે મનીષાની લવ સ્ટોરી છે. તેઓ આજના જમાનના લવ બર્ડઝ છે. તેમના પ્રેમ નવરાત્રી મહોત્વની પૃષ્ઠભુમિથી શરૂ થાય છે. સુશ્રુત વડોદરાનો એક મિડલક્લાસ યુવક છે. મિશેલ લંડનથી આવેલી એક યુવા અને કૂબસુરત બિઝનેસ ગ્રેજ્યુએટ છે. તે સંભાવનાઓથી ભરપૂર છે અને તેનું સમગ્ર ધ્યાન પોતાની કારકિર્દી પર કેન્દ્રિત છે.
સુશ્રુત અને મિશેલની મુલાકાત નવરાત્રી દરમિયાન થાય છે. આ નવ દિવસો દરમિયાન તેઓ સાથે હરેફરે છે. આ વચ્ચે અનેક હ્રદયને સ્પર્શી જાય તેવા પળો પણ આવે છે. તેમનો પ્રેમ પરવાન ચડ્યો હોય તેવામાં એક ગેરસમજના કારણે તેમના પ્રેમને કોઇની નજર લાગી જાય છે. આખરે મિશેલ લંડન પહોંચી જાય છે.
પરંતુ ભારતમાં નવરાત્રી દરમિયાન સુશ્રુતની મુલાકાતમાં મળુ જીવન, આનંદના પળ અને પ્રેમના ઝરણાને તે ભૂલી નથી શકતી. તેવામાં આ જ હાલત સુશ્રુતની પણ છે. તે મિશેલને ભૂલી નથી શકતો. રોનિત રોય આ ફિલ્મમાં મિશેલના પિતાની ભુમિકામાં છે. સુશ્રુત પોતાના પિતા રામ કપૂર સાથે લંડન પોતાના પ્રેમની તલાશમાં પહોંચે છે.
આયુષ શર્માને જોઇને તમને લાગશે કે તે ખરેખર સલમાન ખાનનો જીજા હોવાનો અધિકાર ધરાવે છે. આયુષના ચહેરાની ચમક અને તાજગીમાં આપણને 90ના દશકના નવા ફિલ્મી સિતારાની યાદ અપાવે છે. આયુષે પોતાના રોલને પૂરતો ન્યાય આપ્યો છે.
આ ફિલ્મ તમને દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેની યાદ અપાવશે. પરંતદુ ફિલ્મ મારધાડ સાથેની બોલીવુડ ક્લાસિક ફિલ્મ જેવી નથી. ફિલસ્મને ડ્રામાથી દૂર રાખવામાં આવી છે. ફિલ્મમાં સોહેલ અને અરબાઝ ખાનને ગુજરાતી પોલીસના રોલમાં દર્શાવવામાં આવ્યા છે જે આયુષને તેનો પ્રેમ મેળવવામાં મદદ કરે છે પરંતુ આયુષને તેનો પ્રેમ મળે છે કે નહી તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.