GSTV

અડધી રાતે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ઘરવાળાએ ધોઈ નાખ્યો, આખી રાત ધોકાવી નાખ્યા બાદ સવાર જમાઈ બનાવી લીધો

Last Updated on November 22, 2020 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના રામપુરથી એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં અડધી રાતે પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પકડી ઘરવાળાઓએ ધોઈ નાખ્યો હતો. ગુસ્સે થયેલા પરિવારના લોકોએ એક રૂમમાં બંધ કરીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. આખી રાત પ્રેમીને દરેક લોકોએ માર માર્યો હતો. સવાર પડતા આરોપી યુવકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે કેસ કબાડામાંથી બચવા માટે અમુક લોકોએ સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. આખી રાત માર ખાઈને અધમૂઓ થયેલા યુવક સવારે આ જ પરિવારનો જમાઈ બની ગયો.

હકીકતમાં જોઈએ તો, આ મામલો રામપુરના અઝીમનગર વિસ્તારમાં આવેલી સુમાલી ગામનો છે. જ્યાં પ્રેમિકા રહે છે. સ્વાર વિસ્તારના ગદ્દી નગલી ગામનો રહેવાસી પ્રેમ સિંહને આ ગામની યુવતી લક્ષ્મી સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હતું. પ્રેમી મોટા ભાગે તેની માશૂકાને મળવા આવતો હતો. યુવત ગત રાતે પણ 12 વાગ્યે પ્રેમિકા લક્ષ્મીને મળવા પહોંચ્યો હતો.

જ્યારે પ્રેમિકાના ઘરવાળાને ખબર પડી તો, તેઓ સતર્ક થઈ ગયા. પ્રેમિકાને ઘરવાળાએ શાંત થઈને આખો મામલો જોયો, જ્યારે પ્રેમીને આ વાતની જાણ થાય તે પહેલા તેને પકડી લીધો, આજૂબાજૂના લોકો પણ એકઠા થઈ ગયા. બાદમાં એક રૂમમાં પુરી દઈને પ્રેમી પર દરેક લોકોએ હાથ સાફ કર્યો, બરાબરનો ધોઈ નાખ્યો.

બાદમાં આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં યુવતીને પણ બોલાવામાં આવી હતી. પોલીસની સમજાવટથી અંતે બંનેના પરિવારને બોલાવી સમાધાનનો રસ્તો શોધી કાઢ્યો અને વાતચીત આગળ ચાલી. બંને પક્ષ રાજી થતાં લગ્ન કરવાનો વિચાર કર્યો. આ ઘટના પછી એક નાના મંદિરમાં બંનેને લગ્ન કરાવી દીધા.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!