GSTV
News Trending World

બેલારુસની છે સુંદરી, ઇટાલીનો રાજકુમાર; બધું બરાબર હતું, એક દિવસ અચાનક…

વિશ્વભરમાં કેટલીક રસપ્રદ ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક કિસ્સો ઈટાલીમાં સામે આવ્યો છે, જ્યાં પ્રિન્સ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેનો નજીવો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. આ વિચિત્ર કિસ્સો સન્માન અને મોંઘી ભેટ સાથે સંબંધિત છે.

ss

આવી સ્થિતિમાં, એક દિવસ પ્રિન્સ Giacomo Bonanno di Linguaglossaને તેની ગર્લફ્રેન્ડ દ્વારા કંજૂસ કહેવામાં આવ્યો, પછી તેની લવ સ્ટોરી એટલે કે પ્રેમની ગાડી પાટા પરથી ઉતરી ગઈ.

બેલારુસની સુંદરી પર આવ્યું દિલ

ઇટાલીના પ્રિન્સ બોનાન્નો ડી લિંગુઆગ્લોસા ત્રણ વર્ષ પહેલાં એક ડિનર પાર્ટીમાં બેલારુસની સુંદરી Tanya Yashenkoને મળ્યા હતા. ત્યાંથી શરૂ થયેલો અફેર સમગ્ર યુરોપ, દુબઈ અને માલદીવમાં ફરતો-ફરતો હવે ખતમ થવાના આરે આવી ગયો છે.

અહેવાલ મુજબ, પ્રિન્સે Tanya Yashenkoને 69 લાખ રૂપિયાથી વધુની કિંમતની મર્સિડીઝ પણ ભેટમાં આપી હતી. તેઓએ બે વર્ષમાં તેના પર કરોડો રૂપિયા ખર્ચ્યા. જેમાં માત્ર 50 લાખની ભેટ હતી. પ્રિન્સે તેને પોતાની નજીક રાખવા માટે રાજધાની રોમમાં એક ફ્લેટ અપાવ્યો હતો, જેના ભાડા માટે પ્રિન્સે પોતાના ખિસ્સામાંથી રૂ. 15 લાખથી વધુ ચૂકવ્યા હતા. પ્રેમમાં આટલા પૈસા ગુમાવ્યા હોવા છતાં, કંજૂસ શબ્દ રાજકુમારને એટલો હર્ટ કરી ગયો કે તેમણે તેને જબરદસ્ત જવાબ પણ આપ્યો.

ઇટાલીની કોર્ટમાં મુકદ્દમો

Tanya Yashenkoએ ગયા વર્ષે પ્રિન્સ વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે તેનો પીછો કરે છે. તે જ સમયે, પ્રિન્સના વકીલોએ કોર્ટમાં આવા આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે મહિલા પ્રિન્સની શાલીનતાનો ફાયદો ઉઠાવી રહી છે. જો કે આ દરમિયાન તાન્યાના મેસેજ પણ સામે આવ્યા હતા જેમાં તેણે ઘણી વખત પ્રિન્સની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પ્રિન્સ તેના માટે જે કરવું જોઈએ તે બધું નથી કરતો.

પ્રેમિકા પર લાલચુ હોવાનો આરોપ

દરમિયાન, ગર્લફ્રેન્ડનું તે નિવેદન પણ આખા ઇટાલીમાં વાયરલ થયું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ‘જો તમે ઇચ્છતા હોત તો તમે ઇટાલીમાં તમારું અડધું રોકાણ મને ટ્રાન્સફર કરી શક્યા હોત. પણ તું કંજુસ છે.’ આ તમામ સંદેશા ત્યારે સામે આવ્યા જ્યારે પ્રિન્સે તાન્યા વિરુદ્ધ કાયદાનો આશરો લીધો.

તે જ સમયે, તાન્યાએ તેના પરના આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પ્રિન્સે તેના તમામ આરોપો પાછા ખેંચવા જોઈએ. બીજી બાજુ, ગયા અઠવાડિયે, પ્રિન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ગર્લફ્રેન્ડની માફી માંગી, લખ્યું, ‘હું આવું કરું છું તેનું કારણ મારી અંદરની ઈર્ષ્યાની લાગણી છે. પરંતુ મેં તાન્યાને જે પણ ભેટો આપી છે તે હું પાછી લેવા માંગતો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu
GSTV