GSTV

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

Last Updated on September 23, 2021 by pratik shah

વર્ષ 2021 ના સપ્ટેમ્બરની શરૂઆતમાં, બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ શુક્લના અચાનક નિધનથી તેમના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. પ્રશંસકો હજી સુધી સ્વર્ગસ્થ અભિનેતાના મૃત્યુના દુ:ખમાંથી બહાર આવ્યા નથી કે આ દરમિયાન એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાના મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા છે.

સમાચાર અનુસાર, એમટીવી લવ સ્કૂલ(MTV Love School) ફેમ જગનૂર અનેજાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચારથી ચાહકોને આઘાત લાગ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, જગનુર અનેજા આ દિવસોમાં ઇજિપ્તમાં રજાઓ ગાળી રહ્યા હતા, જ્યાં તેમણે ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇજિપ્તમાં જ અચાનક હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું.

સેલિબ્રેટીઝે આપી અભિનેતાને શ્રદ્ધાંજલી

જોકે અભિનેતાના નિધન પછી ચાહકો અને તેમના નજીકના લોકો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અને ટીવી અભિનેતા કરણ સિંહ છાબડાએ (Karan Singh Chhabra) પોતાના ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર પોસ્ટ શેર કરીને નિધન પર દુખ જતાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે મને નથી ખબર કે શું થયું.., આટલા જવાન અને ફિટ પરંતુ કાર્ડિયક અરેસ્ટ જિંદગીઓ લઈ રહી છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!