GSTV
Home » News » લવ જેહાદ ? : મુસ્લિમ યુવક મારી ન નાખે આ માટે હિન્દુ યુવતી ઘરમાં નમાઝ પઢવા લાગી, રોઝા રાખ્યા

લવ જેહાદ ? : મુસ્લિમ યુવક મારી ન નાખે આ માટે હિન્દુ યુવતી ઘરમાં નમાઝ પઢવા લાગી, રોઝા રાખ્યા

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક દુષ્કર્મ આચર્યુ. અને તેની અશ્લિલ વીડિયો ક્લિપને વાયરલ કરવાની પણ ધમકી આપી. એટલુ જ નહી વિધર્મી માથાભારે તૌસિફ નામના યુવકે સગીરાને નમાઝ પઢવા પણ મજબૂર કરી હતી. જોકે હાલ આ તૌસિફ ઈમરાન ખાનની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે.

માંજલપુરની સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મળવા માટે તૌસિફ ઈમરાન ખાન સ્કુલે જતો હતો. અને તેણે વિદ્યાર્થિનીને લગ્ન કરાવવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તે તેને અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો. તેણે દુષ્કર્મ આચરીને બિભસ્ત વિડિયો ઉતાર્યો હતો.

તેમજ તેણે સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા હતા. આ વિધર્મી યુવકે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ગભરાયેલી સગીરાએ ઘરમાં નમાઝ પઢવા અને રમઝાન માસમાં રોઝા રાખવાની પણ શરૂઆત કરી. જોકે સમગ્ર મામલો સામે આવતા માંજલપુરા પોલીસે તેને ઝડપ્યો છે.

અગાઉ પણ બની ચૂકી છે લવ જેહાદની ઘટનાઓ

રાજ્યમાં અગાઉ પણ લવજેહાદના બનાવ બની ચુક્યા છે. આણંદના તારાપુરમાં 12 દિવસ પહેલા વિધર્મી યુવકે હિન્દુ વિધવાને જીવતી સળગાવી દીધી હતી. જેનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. તારાપુરના ચુનારાવાડમાં રહેતી મંજુલા ચુનારાના પતિ વિઠ્ઠલ ચુનારાનું બે વર્ષ પહેલા મોત થયુ હતુ. તેઓને આઠ વર્ષ અને એક વર્ષની બે પુત્રીઓ પણ હતી. જોકે છેલ્લા એક મહિનાથી ઈમરાન ઘોડાવાળા નામનો યુવક તેનો પીછો કરતો હતો. અને સંબંધ રાખવા ધાકધમકી આપતો હતો.

જોકે તે મહિલા તે વિધર્મી યુવકેને તાબે થઈ ન હતી. પરંતુ ગત 10મી જુને વિધર્મી યુવકે તે વિધવાના ઘરમાં ઘુસીને જબદસ્તી કરી. પરંતુ તેમ છતાં તેણે મચક આપી ન હતી. બાદમાં ઈમરાને ઘરમાં પડેલું કેરોસીન વિધવા પર છાંટીને આગ ચાંપી હતી અને ભાગી ગયો હતો. જે બાદ ગંભીર હાલતમાં તેને વડોદારની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનું મોત થયુ.

READ ALSO

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!