GSTV
Life Relationship Trending

પ્રેમ આંધળો હોય છે/ 67 વર્ષની રામકલીને થયો 28 વર્ષનાં ભોલૂ સાથે પ્રેમ, લિવ ઇનમાં રહેવા કર્યા કરાર

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કોઇ નાત જાત કે ધર્મને જોતો નથી પરંતું પ્રેમમાં કોઇ ઉંમર પણ હવે નથી જોતું. ઉંમરની ગેપનાં કારણે બોલીવૂડની પ્રિયંકા નીકની જોડીને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ કપલ વચ્ચે 10 વર્ષનો ગેપ છે, પરંતું અમે આજે જે કપલની વાત કરવાના છીએ તે કપલ પોતાના પ્રેમ અને ઉંમરનાં કારણે ચર્ચામાં છે. પ્રેમને લઇને તમે ઘણાં અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ આ કિસ્સો તમને હચમચાવી મુકશે.

મધ્યપ્રદેશનાં ગ્વાલિયર જીલ્લામાં 67 વર્ષની રામકલીને તેનાથી નાના 28 વર્ષનાં ભોલૂ સાથે પ્રેમ થઇ ગયો. આ પ્રેમ માટે તેમણે જે કર્યું તે દુનિયાને ચોંકવનારું હતું. ફિલ્મોમાં પણ ના સાંભળ્યો હોય એવો આ કિસ્સો છે, જેમાં આ બંને કપલ લિવ ઇનમાં રહી રહ્યાં છે, હા તમને ભરોસો નહીં થાય પણ આ કપલે લીવ ઇનમાં રહેવા માટે ગ્વાલિયરની એક અદાલત પાસેથી નોટરી પણ બનાવડાવી છે.

રામકલી અને ભોલૂની આ લવ સ્ટોરી 6 વર્ષ પહેલાં શરુ થઇ હતી, ત્યારથી બંને એકબીજાના રિલેશનમાં છે. બંને કપલ આગળનું જીવન એકબીજા સાથે જીવવા માંગે છે. અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં આશ્વર્યની વાત એ છે કે, કપલને લિવ ઇનમાં રહેવું છે પણ લગ્ન કરવા નથી. લિવ ઇન રિલેશનમાં રહેતા કોઇ સમસ્યા ન થાય તે માટે બંને કપલે નોટરી પણ કરાવી છે. આ બાબતે વકીલ દિલીપ અવસ્થીએ જણાવ્યું કે, આ ડોક્યુમેન્ટ કપલ વિવાદથી બચવા માટે લિવ ઇન રિલેશનની નોટરી તૈયાર કરાવે છે. જે પણ હોય પરંતુ હાલ આ કપલની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે.

આ કપલે ગ્વાલિયરની કોર્ટમાં પોતાના ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યાં હતા.હવે જોવાનું એ રહેશે કે આ પ્રેમનું પરિણામ આવે છે શું? એટલે કે, આ કપલને લઇને કોર્ટનો નિર્ણય શું આવે છે.

READ ALSO:

Toggle panel: Rank Math Overview

Rank Math Overview

Related posts

ટેલિકોમ કંપનીઓને આપ્યો આદેશ, આ જગ્યાએ ફાઇવ-જી મોબાઇલ ટાવર નહીં લગાવી શકે

Kaushal Pancholi

GUJARAT ELECTION / EVM શું છે, કેવી રીતે કરે છે કામ અને પહેલીવાર તેનો ઉપયોગ ક્યારે થયો, જાણો તેના વિશે બધું જ…

Kaushal Pancholi

બલુચીસ્તાન/ પાક. સલામતી દળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ : 10 બલુચીયોના મોત

Padma Patel
GSTV