GSTV

લવ બાઈટ આપતા પહેલા ક્યારેય વિચાર્યું? કેમ પડી જાય છે નિશાન? કામસૂત્રમાં પણ છે ખાસ વર્ણન

સંભોગ

લવ બાઈટ કે હીક્કી તમારા પેશનટ લવની સાબિતી આપે છે. જો કે ઘણાં લોકોને પોતાની પર્સનલ લાઈફ પબ્લિક કરવાનું નથી ગમતુ, તેથી તે આ નિશાનીઓને છુપાવી રાખે છે પરંતુ ખરેખર તો એને છુપાવવાની કોઈ જરૂર નથી. એ  તો તમારા પ્રેમની નિશાની છે. લવબાઇટને લગતી કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો અહીં શેર કરી છે જે તમે કદી નહીં સાંભળી હોય.

કેવી રીતે બને છે લવ બાઈટ કે હિક્કી?

તમારી ગરદન, છાતી, ખભા કે જાંઘના અંદરના ભાગો બહુ સેન્સેટિવ હોય છે. આ જગ્યાઓએ જરૂર કરતા વધારે દબાણ આપવામાં આવે તો ત્યાંની રક્ત કોશિકાઓ પ્રભાવિત થવાથી આવી નિશાન બની જાય છે. જો કે તેમાં ડરવાની કોઈ જરૂર નથી. જો કે પ્રેમ કરતી વખતે થોડું ધ્યાન રાખો નહીં તો પાર્ટનરને પ્રોબ્લેમ થઈ શકે છે.

કેવી રીતે આપશો પર્ફેક્ટ લવ બાઈટ?

પર્ફેક્ટ લવ બાઈટ આપવા માટે તમારે થોડા એફર્ટ લેવા પડશે. સૌપ્રથમ ફોરપ્લેથી પાર્ટનરને ઉત્તેજિત કરો અને એ દરમિયાન નક્કી કરી લો કે લવ બાઈટ ક્યાં આપવાની છે. જો બંને એને છુપાવી રાખવા માગતા હોવ તો ખભા કે પીઠ સારી જગ્યા છે પણ જો તમને કોઈ સંકોચ ના હોય તો ગરદન બેસ્ટ જગ્યા છે. જ્યારે તમને લાગે પાર્ટનર બરાબર મૂડમાં છે ત્યારે હોઠને ‘O’ શેપમાં બનાવો અને પાર્ટનરની ત્વચાને ધીમેધીમે સક કરો. મોટાભાગે તો 30 સેકન્ડમાં લવ બાઇટ દેખાવા લાગે છે પણ કેટલાક લોકોને બે મિનિટ જેટલો સમય પણ લાગે છે.

ઇન્ટરેસ્ટિંગ વાતો

1. તમને નવાઈ લાગશે કે લવ બાઈટ બે અઠવાડિયા સુધી રહી શકે છે. લવ બાઈટપર થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કેટલી ઇન્ટેન્સિટીથી લવ બાઈટ લેવાઈ છે અને પાર્ટનરની હેલ્થ કેવી છે એના પરથી નક્કી થાય છે કે લવ બાઈટ કેટલા દિવસ દેખાશે.

2. આયરનની કમીવાળા લોકોને જલદી થાય છે લવ બાઈટ

જો થોડું દબાણ આવવાથી તમારી સ્કીન કાળી કે વાદળી પડી જતી હોય તો તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટની ઉણપ હોઈ શકે છે. એ જ કારણ છે કે બાકી લોકોની તુલનામાં આયરનની કમી હોય તેવા લોકોને લવ બાઈટ જલદી મળે છે.

3. કામસૂત્રમાં ખાસ વર્ણન

જો તમને સતત એવું લાગતું હોય કે લવ બાઈટ આજના જમાનાની વાત છે, તો તમારી આ માન્યતા સાવ ખોટી છે કારણ કે આનો ઉલ્લેખ વાત્સાયનના કામસૂત્રમાં પણ છે. એમણે તો લવ બાઈટના આઠ પ્રકારો સવિસ્તાર સમજાવ્યાં છે.

4. આનો ઇન્સ્ટન્ટ ઇલાજ નથી

લવ બાઈટને છુપાવવા માટે લોકો તરત જ બરફ ઘસે છે પણ તેની અસર થવામાં પણ વાર લાગે છે.  એનું કારણ એ છે કે તે ત્વચાના ઉપરી ભાગમાં નહીં પણ અંદરની તરફ હોય છે. તેથી કોઈ ઇજાની જેમ તેને સામાન્ય થવામાં થોડી વાર લાગે છે.

5. આના સપના જોવા બગડેલા સંબંધની નિશાની છે

જો તમને સપનામાં લવ બાઈટ દેખાય કે તમે સતત એના વિશે જ વિચારતા હોવ તો એમાં કશું રોમેન્ટિક નથી, ઉલટાનું તમારી માનસિક તકલીફ દર્શાવે છે. આનું કારણ તમારા મન અને મગજની લડાઈ કે ખરાબ રિલેશનશિપ પણ હોઈ શકે છે. સપના પર કોઈનો અંકુશ નથી પણ સંબંધો પર તો છે. જો તમને આવા સપના આવતાં હોય તો સંબંધ પર નજર કરો કે તમારાથી કોઈ ભૂલ તો નથી થઈ રહી. સંબંધો સુધરશે તો સપના આપમેળે બંધ થઇ જશે.

Read Also

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!