GSTV

યૂનિયન બજેટ મોબાઈલ એપ લોંચ, હવે દરેક અપડેટ તમારા ફોન પર, જાણો શું છે ખાસ…

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રિયમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ 2021-2022નું સામાન્ય બજેટ રજુ કરશે. બડેટ પહેલા નાણામંત્રીએ લોકોને સુવિધા આપવા માટે શનિવારે યૂનિયન બજેટ મોબાઈલ એપ લોંચ કરી. બડેટ મોબાઈલ એપ રજુ થવાથી સંસદમાં તેમજ સામાન્ય લોકોને કોઈપણ પરેશાની વગર ડિઝિટલ રીતે બજેટ દસ્તાવેજ મેળવી શકશો. આ મોબાઈલ એપમાં વાર્ષિક વિવરણ બજેટ, અનુદાન માંગ (ડીજી), નાંણાકિય વિધેયક વગેરે સહિત સંવિધાન દ્વારા નિર્ધારીત 14 કેન્દ્રિય બજેટ દજસ્તાવેજ ઉપલબ્ધ કરાવાશે. બજેટ ભાષણ પુરુ થયા બાદ બજેટ દસ્તાવેજ આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે.

અહિંથી ડાઉનલોડ કરી શકો છો એપ

જણાવાયુ છે કે એપ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરી શકાશે. સાથે જ આ એપને કેંદ્રિય બજેટ વેબ પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.

શું-શું હશે આ એપમાં?

યૂનિયન બજેટ મોબાઈલ એપમાં ડાઉનલોડિંગ, પ્રિંટીંગ, સર્ચ, ઝૂમ ઈન, ઝૂમ આઉટ સહિત ઘણા ફીચર આપવામાં આવ્યા છે. આ એપને આર્થિક બાબતોના વિભાગના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. પહેલીવાર દસ્તાવેજોને છાપવામાં નહિ આવે બજેટ દસ્તાવેજોના સંકલનની પ્રક્રિયા શનિવારે પારંપરિકરૂપથી હલવા સમારોહના આયોજન સાથે શરૂ થઈ ગઈ છે. આ સમા્રોહમાં નાંણામંત્રી નિકર્મલા સીતારમણ, નાંણા રાજયમંત્રી અનુરાગ ઠાકુર અને નાંણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. કોરોનાને લીધે હંમેશાની જેમ આ વખતે બજેટ દસ્તાવેજોની છપાઈ કામગીરી નહિ થાય. તેના બદલે આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિઝીટલ સ્વરૂપમાં આપવામાં આવશે.

આ પહેલા દર વર્ષે હલવા સમારોહના આયોજન સમયથી બજેટ દજસ્તાવેજોનું પ્રકાશન શરૂ થતુ હતું. આ પહેલીવાર છે જયા બજેટ દસ્તાવેજોનું પ્રકાશન નહિ થાય. નાંણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું એક અભૂતપુર્વ પહેલ હેઠળ કેંદ્રિય બજેટ 2021-22 પહેલીવાર ડિઝિટલ રીતે લોકોને મળશે.

READ AlSO

Related posts

LIVE: તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપે ખાતું ખોલ્યું: જૂનાગઢના બગડુ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત

pratik shah

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

pratik shah

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!