GSTV
Home » News » 71 વર્ષીય પુરુષ 100 બાળકો સાથેનાં દુષ્કર્મનાં આરોપમાં ઝડપાયો

71 વર્ષીય પુરુષ 100 બાળકો સાથેનાં દુષ્કર્મનાં આરોપમાં ઝડપાયો

દુનિયામાં એક કરતા વધુ હવસખોરો લોગ છે, કેટલાક લોકો બહુજ વહસી રાક્ષસો હોય છે. પરંતુ તમને જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે. તે જાણીને તમારા હોશ ઉડી જશે. જેમાં યુ.એસ.માં લુસિયાનામાં એક માણસન ઝડપાયો છે. તેની ઉંમર 71 વર્ષ અને માણસનું નામ હાર્વે જોસેફ ફાઉન્ટેન છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે 1970 ના દાયકામાં 100 નાબાલિગો સાથે દુષ્કર્મ આચર્યું છે. ત્યાં અપરાધમાં પ્રથમ ડિગ્રી, સેકન્ડ અને થર્ડ ડિગ્રીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારે તેને પ્રથમ ડિગ્રી દુષ્કર્મનો આરોપ છે.

1 એપ્રિલે પોલીસને હાર્વે સામે પ્રારંભિક ફરિયાદો મળી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યુ કે હાર્વેએ ઓછામાં ઓછા 50 નાનાં બાળકો સાથે દુષ્કર્મ કર્યો હતો. ત્યારે 9 મી એપ્રિલે આ માણસને ત્યાંની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેનાં પર 50 દુષ્કર્મનાં આક્ષેપો થયા હતા. અને ત્યારબાદ પોલીસ પાસે પૂરતા પુરાવા છે કે તેણે ઘણા ગુનાઓ કર્યા છે.

પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી 50 દુષ્કર્મ હજી કર્યા હોવાનું માલૂમ પડ્યું હતું. અને કુલ આંકડો 100 સુધી પહોંચી ગયો હતો. આ બધા ગુનાઓ તેણે પાઈનવિલે વિસ્તારમાં કર્યા હતા. જ્યાં તેનું ઘર હતું. આ કેસ એપ્રિલના પ્રારંભમાં ખૂલ્યો હતો. જ્યારે કોઈ સાક્ષી પોલીસ પહોંચ્યો અને કહ્યું કે હાર્વેએ તેના સાથે દુષ્કર્મ કર્યો હતો, જ્યારે તે બાળક હતો. ત્યારપછી એક પછી એક વાતો ખુલી હતી.

ત્યારે પ્રથમ સાક્ષીએ અન્ય લોકોના નામ જણાવ્યા હતા જેમણે હાર્વેએ કાંડ કર્યો હોવાની આંશકા કરી હતી. આ આંકડો વધ્યો અને આખરે આ બધા 100 કેસોમાં 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો હતા. ત્યારે આવા કેસમાં બોન્ડ્સ કાયદા અનુસાર ભરવામાં આવે છે. (આને એક પ્રકારની જામીનગીરી થાપણ તરીકે વિચારો, કેસ કે જેના પર કેસ ચાલે છે તે ટ્રાયલ માટે પાછો આવશે. આ કેસની જમાનત છે. હાર્વેના કિસ્સામાં આ કેસનાં બોન્ડનું મૂલ્ય એક મિલિયન ડૉલર છે.

ત્યારે હવે, ગ્રાન્ડ જ્યુરી સામે મુકદ્દમો થશે. જ્યાં હાર્વેના આરોપો નક્કી કરવામાં આવશે, ત્યાં ચર્ચા અને સજા થશે. લુસિયાના પ્રાંતમાં દુષ્કર્મ સૌથી મોટો ગુનો છે. અને તેને આજીવન કેદ અથવા મૃત્યુદંડ આવમાં આવી શકે છે. હવે, હાર્વે માટે સજા શું હશે, જ્યારે તે સમય આવશે ત્યારે જાણવા મળશે.

READ ALSO

Related posts

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!