GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ખેલૈયાઓ માટે મોટા સમાચાર / હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, રાજ્ય સરકારે આપી મંજૂરી

કોરોનાકાળમાં બે વર્ષ નવરાત્રીની જાહેર ઉજવણી બંધ રહ્યાં બાદ આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવણી થવાની છે જેની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહયા છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રીમાં 10 વાગ્યા સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી, જેને કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી જે બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રિમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV