GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ચૂંટણી તો ડખાના લીધે રદ થઈને નવી યોજાતી રહેશે પણ આમ જનતાનાં કરોડો રૂપિયા ધોવાઈ એનું શું??

જો હાઇકોર્ટના આદેશ પ્રમાણે પબુભાનું ધારાસભ્ય પદ અમાન્ય ઠરે તો વધુ એક પેટાચૂંટણી આવશે. ધારાસભ્યોની લે-વેચ અને પક્ષપલટાના કારણે ગુજરાતમાં દર છ મહીને પેટા ચૂંટણી આવી રહી છે અને જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાઇ રહ્યા છે. વર્ષ 2017માં પાતળી બહુમતિથી ભાજપ સત્તા પર આવ્યું ત્યારથી કોંગ્રેસમાંથી ધારાસભ્યોના ભાજપમાં પક્ષપલટા કરાવવાને કારણે સવા વર્ષમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થઇ ચૂકી છે. અત્યારે પણ ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ આવી છે. આ સિલસિલો હજુ અટકવાનો નથી. હાલ ચૂંટણી લડી રહેલા ધારાસભ્યો સાંસદ બનશે તો ફરી પેટાચૂંટણી આવવાની જ છે. આમ ગુજરાતમાં પેટાચૂંટણીઓનો સિલસિલો ચાલુ રહેશે.

પાતળી બહુમતિથી વિધાનસભા ચૂંટણી જીતેલા ભાજપને પેટાચૂંટણીઓ સતત દોડતો રાખશે. ડિસેમ્બર-17માં કોંગ્રેસમાંથી બાવળિયાનો સોદો કર્યા પછી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી થઇ હતી. ત્યાર બાદ લોકસભા 2019 ચૂંટણી સમયે માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર-ગ્રામ્ય અને ઉંઝા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપના 4 અને કોંગ્રેસના 8 ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે.

Prabhat Tara School

એવામાં હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી છે તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેની સાથે સાથે અલ્પેશ અપક્ષ અને એનસીપીના ઉમેદવારનો ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યો છે. એન્ટિડિફેક્શન લો એવું કહે છે કે પક્ષે હાંકી કાઢ્યો ના હોય તો પણ આ રીતે પક્ષવિરોધી પ્રવૃતિ કરતો હોય તેવા પૂરાવા કોર્ટમાં રજુ કરવામાં આવે તો પણ અલ્પેશનું ધારાસભ્ય પદ જઇ શકે છે. આમ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ પણ જોખમમાં જ છે.

electoral bonds bjp

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-99, કોંગ્રેસ-77, એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. ત્યાર બાદ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણ પેટાચૂંટણીના બે મહિના બાદ ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ માર્ચ મહિનામાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસબ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા માત્ર એક મહિનાના ગાળામાં 4 વિધાનસભા બેઠકો ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી હાલ લોકસભા સાથે 23 એપ્રિલના રોજ યોજાશે.

જો હવે લોકસભા ચૂંટણી લડી રહેલા 12 ધારાસભ્યો જીતે તો આ તમામ બેઠકો પર છ મહિનામાં પેટાચૂંટણી યોજવી પડે. આ ઉપરાંત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી છે. તેમજ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સસ્પેન્ડ કરે તો તેનું પણ ધારાસભ્યપદ જઈ શકે તેમ છે અને ધોળકા બેઠક પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જો આ ત્રણેય ધારાસભ્યોનું સભ્યપદ જાય તો કુલ 15 વિધનાસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવી પડે. આ સિવાય અમેઠી બેઠક પરથી લડી રહેલી સ્મૃતિ ઈરાની અને અમિત શાહ લોકસભા ચૂંટણીમાં વિજેતા બને તો ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી થઈ શકે છે.

READ ALSO

Related posts

કોરોનાનો ફેલાતો અટકાવવા AMC દ્વારા ફોગીંગ મશીનની ખરીદીમાં એક વર્ષમાં 90 ટકાનો આપ્યો ભાવ વધારો

pratik shah

‘જો ન્યૂડ ફોટા નહીં મોકલે તો…’ સગીરાને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાં અને…

Bansari

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર: આટલા નવા કેસ, એમ.ડી.ફિઝિશિયન સહિત 5 પોઝિટિવ દર્દીઓના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!