આધાર કાર્ડ ખોવાઇ ગયું? ચિંતા છોડો ચપટી વગાડતાં મળી જશે નવું, શરૂ થઇ આ નવી સેવા

aadhar card

જો તમારુ આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ પોતાની બેલસાઇટ પર પાયલટ આધાર પર એક નવી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ મામૂલી ચાર્જીસ આપીને આધાર કાર્ડ (રિપ્રિન્ટ) મંગાવી શકાય છે.

જો કે તેની પહેલાં આધાર કાર્ડ ફરીથી બનાવડાવવાનો વિકલ્પ હતો પરંતુ પહેલાં જ્યારે કોઇને નવા આધારની જરૂર પડતી ત્યારે તેણે યૂઆઇડીએઆઇની વેબસાઇટ પરથી આધારનું ઇ-વર્ઝન ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને કામ ચલાવુ પડતું હતું. પરંતુ હવે 50 રૂપિયાનો ચાર્જ ચુકવીને રિપ્રિન્ટ આધાર મંગાવી શકાય છે જે પોસ્ટ દ્વારા તમારા સરનામે પહોંચી જશે.

કેવી રીતે કરશો અરજી

રિપ્રિન્ટ આધાર કાર્ડ મેળવવા માટે તમે આધાર નંબર અથવા વર્ચુઅલ આઇડેન્ટિફિકેશન દ્વારા અરજી કરી શકો છો.


અરજી કરવાની આ છે પ્રક્રિયા

  • સૌપ્રથમ www.uidai.gov.in પર જાઓ.
  • ઓર્ડર આધાર રિપ્રિન્ટ (પાયલટ બેસિસ) પર ક્લિક કરો.
  • 12 અંકોનો પોતાનો આધાર કાર્ડ નંબર અથવા 16 અંકોનો વીઆઇડી નંબર અને સિક્યોરિટી કૉડ નાંખો.
  • જો મોબાઇલ નંબર રજીસ્ટર થયેલો હોય તો ‘સેન્ડ ઓટીપી’ પર ક્લિક કરો. જો મોબાઇલ નંબર રજીસ્ટર નહી હોય તો તેની સાથે સંબંધિત બૉક્સ પર ક્લિક કરો.
  • તમારા મોબાઇલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો.
  • એગ્રીઇંગ ટૂ કન્ફર્મ એન્ડ કંડિશન્સ વાળા બૉક્સને સિલેક્ટ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • હવે મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આપવામાં આવેલા ઓપ્શનમાં કોઇ એક રીતથી પેમેન્ટ કરીને પ્રક્રિયા પૂરી કરો.
  • તે બાદ તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર એક્નોલેજમેન્ટ સ્લિપ નજરે પડશે. તમે ઇચ્છો તો તેને ડાઉનલોડ પણ કરી શકો છો. થોડા જ દિવસોમાં તમારા સરનામે નવું આધાર કાર્ડ આવી જશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter