GSTV
News Trending World

પરમાણુ શસ્ત્રો બનાવવા વપરાતા યુરેનિયમનો ખોવાયો જથ્થો પરત મળ્યો, લિબિયામાં બની હતી આ ઘટના

પરમાણુ શસ્ત્રો બનાવવા માટે યુરેનિયમ મુખ્ય સામગ્રી છે. એ ખોરવાય તો આખા જગતનો જીવ અધ્ધર થાય. એવી જ ઘટના લિબિયામાં બની હતી. લિબિયામાંથી 2.5 ટન કુદરતી યુરેનિયમ ગુમ થયુ હતું. રાષ્ટ્રસંઘની સંસ્થા ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ તપાસ કરી ત્યારે યુરેનિયમ હતું નહીં. માટે દુનિયાભરમાં એ અંગેની ચેતવણી આપવામાં આવી હતી.

ખોવાયેલુ યુરેનિયમ કુદરતી હતું એટલે તેનાથી સીધા પરમાણુ શસ્ત્રો બનાવી શકાય એવો ખતરો ન હતો. પરંતુ યુરેનિયમમાંથી નીકળતા વિકિરણો તો જોખમી છે જ. માટે દુનિયાના કોઈ સ્થળેથી યુરેનિયમ ખોવાઈ જાય તો પછી એ આખા જગતની ચિંતા બની જાય છે.

સદભાગ્યે લિબિયામાંથી ખોવાયેલું યુરેનિયમ થોડા દિવસમાં મળી પણ આવ્યું હતું. લિબિયાની સેનાએ જાહેર કર્યું હતું કે જ્યાંથી યુરેનિયમ ગુમ થયું હતું તેનાથી પાંચ જ કિલોમીટર દૂર એક ગોદામમાંથી એ મળી આવ્યું હતું. એ પછી ચિંતા ટળી હતી. ગદ્દાફી લિબિયાના શાસક હતા ત્યારે તેમણે પરમાણુ હથિયાર માટે યુરેનિયમનો જથ્થો એકઠો કર્યો હતો. પરંતુ બાદમાં ગદ્દાફીને જ સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth
GSTV