GSTV

ઝટકો/ વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશથી બેન્કોને આટલા હજાર કરોડનો ફટકો, આંકડો જાણી લેશો તો હચમચી જશો

Last Updated on March 24, 2021 by Pritesh Mehta

વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બેન્કોની આવક પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાને પરિણામે બેન્કોએ અંદાજે રૂપિયા 7500 કરોડની વધારાની આવક ભૂલી જવી પડશે. બેન્કોની એનપીએમાં રૂપિયા 1.30 લાખ કરોડ જેટલો વધારો થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. વ્યાજનું વ્યાજ માફ કરવાના નિર્ણયથી બેન્કો પર ટૂંકા ગાળે દબાણ આવશે.

આ ચક્રવૃદ્ધિ વ્યાજ બેન્કો માટે વધારાની આવક હતી, જે તેમણે આગામી સમયમાં બોરોઅરોને યા તો રિફન્ડ કરવી પડશે અથવા તો તેમના ઈન્સ્ટોલમેન્ટસમાં એડજસ્ટ કરવી પડશે.બેન્કોની આવકમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી તે થોડોક સમય માટે નબળી પડવાની શક્યતા છે. બેન્કિંગ ક્ષેત્રના એક અભ્યાસુએ જણાવ્યું હતું.  જો કે બેન્કિંગ ક્ષેત્રનું એકંદર આઉટલુક હજુપણ પોઝિટિવ છે.

સુપ્રીમ કોર્ટ

મોરેટોરિઅમને લઈને કોર્ટમાં કેસ ચાલુ હતો તેને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ વ્યાજ પર વ્યાજના રૂપમાં વધારાની આવક સામે કદાચ પ્રોવિઝનિંગ કરી રાખ્યું હશે અને માટે આવી બેન્કોને આજના ચુકાદાથી મોટો આંચકો નહીં લાગે એમ અન્ય એક વિશ્લેષકે ઉમેર્યું હતું.

સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદામાં 6 મહિનાનું લોન મોરેટોરિઅમ લંબાવવાનું અને વ્યાજમાં સંપૂર્ણ માફી આપવાનું નકારી કાઢયું હતું. વ્યાજમાં સંપૂર્ણ માફી આપવાથી થાપણદારોને અસર થશે તેમ બેન્કે નિરીક્ષણ કર્યું હતું. જો કે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે વસૂલેલી રકમ બોરોઅરોને પરત કરવાને બદલે તેમના હવે પછીના ઈન્સ્ટોલમેન્ટ સામે એડજસ્ટ કરવા પણ નિર્દશ અપાયો હતો.

ચક્રવૃદ્ધિ વ્યાજની રકમનો આંક અંદાજે રૂપિયા 7500 કરોડ જેટલો થવા જાય છે એમ એક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ના વર્ગીકરણમાં પોતે દરમિયાનગીરી નહીં કરે તેવા કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખતા એનપીએમાં રૂપિયા 1.30 લાખ કરોડનો વધારો થવાની ગણતરી મુકાઈ રહી છે.

બેન્ક

કોરોનાને કારણે રિઝર્વ બેન્ક દ્વારા દરેક પ્રકારના બોરોઅરોને 6 મહિનાના અપાયેલા મોરેટોરિઅમ પરના વ્યાજની રકમ જો માફ કરવામાં આવશે તો  કેન્દ્રએ રૂપિયા 6 ટ્રિલિયન જેટલી રકમ ભૂલી જવાનો વારો આવી શકે એમ કેન્દ્ર દ્વારા કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. મોરેટોરિઅમ વધુ નહી લંબાવવાનો નિર્ણય બેન્કિંગ ક્ષેત્ર માટે પોઝિટિવ બની રહેશે એમ પણ  એક વિશ્લેષકે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!