GSTV
Gujarat Government Advertisement

માંગરોળ પંથકમાં માવઠાએ ખેડૂતોની દશા બેસાડી, શિયાળું પાકને મોટાપાયે નુકશાન

Last Updated on January 13, 2020 by

જૂનાગઢના માંગરોળ પંથકમાં તો માવઠાએ ખેડૂતોની દશા બેસાડી દીધી છે. માંગરોળ પંથકમાં ગત સાંજથી આકાશ ગોરંભાયા બાદ વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

  • માંગરોળ પંથકના ખેડૂતોની માઠી
  • માવઠાએ બગાડયો પાક
  • ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાકને નુકસાન

જુનાગઢ માંગરોળ તાલુકામાં ફરી પાછો કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહીત દરીયાઇપટીના વિસ્તારોમાં ગત સાંજથીજ વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું. જે બાદ હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહીતના દરીયાઇ પટીમાં કયાંક ઝાપટા તો કયાંક ધોધમાર વરસાદ પડયો છે..જેના કારણે ખેડુતોના ઘઉં ઘાણા ચણા જીરૂ સહીતના પાકને ભારે નુકશાની થઇ છે. જયારે ખાસ જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે ઘઉં ઢળી પડયા છે.

કમોસમી વરસાદથી ચણાની ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકને પણ ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે. ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવા પણ ખરી જવાની હકીકત સામે આવી છે. જો વાત કરવામાં આવે તો મગફળીમાં પણ ખેડુતોએ નુકશાની ભોગવવી પડી છે. હવે ઘંઉ ચણા ધાણા જીરૂં સહીતના પાકને પણ ભારે નુકશાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં છે. ત્યારે ખેડૂતોની માંગ છેકે સરકાર ફરીવાર સર્વે કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!