દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ભારતના પુણેમાં આવેલી છે. હાલમાં જ્યાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજનેકાની કોવિશીલ્ડ કોરોના વેક્સિનનું ઉત્પાદન ચાલી રહ્યું છે. આ વેક્સિને ભારત સરકાર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દુનિયાભરના અનેક દેશો ભારત અને સીરમ ઇન્સ્ટિટ્યુટ પર આશાની નજર લગાવીને બેઠા છે. ત્યારે ગઇ કાલે એટલે કે ગુરુવારના રોજ પુણેમાં આવેલા આ સીરમ ઇન્સ્ટિટ્યુટના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેની અંદર પાંચ લોકોના મોત થયા છે.

ત્યારે આજે શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના દિકરા આત્ય ઠાકરેએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલા પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ પહેલા તો જ્યાં આગનો બનાવ બન્યો હતો તે નિર્માણાધિન બિલ્ડિંગની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જ્યાં કોરોના વેક્સિનનું ઉત્પાદન ચાલી રહ્યું છે તે મંજરી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની મુલાકાત સમયની તસવીર ટ્વિટર પર શેર કરીને અદાર પૂનાવાલાએ કહ્યું કે તમે જોઇ શકો છો કે કોવિશીલ્ડનું પ્રોડક્શન નક્કી થયેલા સમય પ્રમાણે થઇ રહ્યું છે. આગની દુર્ઘટનાની તેના પર કોઇ અસર થઇ નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આગ લાગવાના કારણ અંગે તપાસ ચાલી રહી છે. જેયાં સુધી તપાસ રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઇ નિષ્કર્ષ ના નિકળી શકે. સંસ્થામાં આગ લાગી પરંતુ સૌભાગ્યના કારણે જ્યાં કોરોના વેક્સિનનું ઉત્પાદન થઇ રહ્યું છે, તે વિભાગ પ્રભાવિત થયો નથી.
The supply of COVID-19 will not be affected due to the fire (at Serum Institute of India facility). No actual vaccine was being made at that facility. The extent of the damage is more than 1,000 crores: Serum Institute of India CEO Adar Poonawalla https://t.co/dBuaV4KCkc pic.twitter.com/6SxM4oHk21
— ANI (@ANI) January 22, 2021
તો અદાર પૂનાવાલાએ જણાવ્યું કે આગ લાગવાના કારણે 1000 કરોડ કરતા પણ વધારેનું નુકસાન થયું છે. તેમણે આગળ જણાવ્યું છેકે, આ ઘટનાના કારણે કોવિશીલ્ડના ઉત્પાદન અને સ્ટોકમાં કોઇ અસર નહીં થાય.
READ ALSO
- પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ
- ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ
- સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય
- કામની વાત/ માર્ચ મહિનાની આ તારીખોને અત્યારે જ નોંધી લો! આ કામ નહીં પતાવો તો દોડતા થઇ જશો
- ટીપ્સ/ જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે પોતાનો વજન, ફરી ક્યારેય નહી થાય મોટાપાનો શિકાર