GSTV
Home » News » ચોથી વન-ડેમાં અમને વાસ્તિવકતા ખબર પડી, કોહલીની ગેરહાજરી વર્તાય: ભુવનેશ્વર

ચોથી વન-ડેમાં અમને વાસ્તિવકતા ખબર પડી, કોહલીની ગેરહાજરી વર્તાય: ભુવનેશ્વર

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વન-ડે માં ભારતીય ટીમ માત્ર 92 રનમાં ઓલ આઉટ થઈ હતી. માત્ર આઠ વિકેટે કારમી હાર મળી હતી. તે મામલે ભારતનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે કહ્યું કે બાકી રહેલી મેચ પહેલા ટીમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ છે. ગુરૂવારે વન-ડે સીરીઝની ચોથી મેચમાં ભારતની આક્રમક બેટીંગને કારણે 30.5 ઓવરમાં ભારત 92 રન કરીને ઓલઆઉટ થયું હતું. પરંતુ કિવી ટીમનાં બોલરોનાં સારા પ્રદર્શન ને કારણે મેચ ગુમાવવી પડી. જો કે આ મેચમાં અમને વિરાટ કોહલીની કમી દેખાય.

ચોથી વન-ડે મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વરે મિડીયા સાથે વાત કરી હતી. ભવનેશ્વરે જણાંવ્યું કે,આગળનાં થોડા મહિનામાં રમાયેલી મેચમાં તમે અમારૂં પ્રદર્શન જોઈ શકો છો. ક્યારેક ખરાબ સમયનો સામનો કરવો પડે છે. ચોથી વન-ડે મેચમાં મળેલી હારથી અમને ખબર પડી છે કે વાસ્તવિકતા શું છે? ક્યાં ત્રુટી રહી ગઈ?આગળની મેચમાં અમારે શું કરવાની જરૂર છે.ભુવનેશ્વરે કહ્યું કે સીરીઝ જીત્યા પછી અમે આત્મવિશ્વાસથી ભરપૂર હતાં. પરંતુ થોડીક ચીજો અમને અનુકૂળ ન હતી. હું ન્યુઝીલેન્ડનાં બોલરો પાસેથી શ્રેય પરત લેવા માંગતો નથી. ખરેખર તેમણે સારી બોલીગ કરીને અમને કોઈ તક આપી નથી.

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!