GSTV

પોલીસને જીવ બચાવવા ભાગવું પડે એ ચિંતાજનક, જનતાની સહન શક્તિ ખૂટી કે સરકારની નીતિઓ ખોટી

Last Updated on December 20, 2019 by Mayur

એનઆરસી-સીએએ કાયદાના વિરોધમાં આજે અમદાવાદ બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું. કાયદાનો વિરોધ શાંત કરવાને પ્રદર્શનકારીઓએ હિંસક માર્ગ અપનાવ્યો હતો.એટલુ જ નહી,ખુદ ખાખી વર્દીને નિશાન બનાવી હતી. પોલીસવાનો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓને પોતાનો જીવ બચાવી ભાગવુ પડયુ હતું. તો કેટલાંક પોલીસમેનોને તો પથ્થર વાગતાં લોહીલુહાણ થયાં હતાં. અગાઉ શહેરમાં તોફાનો થયાં પણ પોલીસ પર જ હુમલો થયો હોય તેવુ આ ચિત્ર સરકાર અને સમાજ માટે ચિંતા ઉપજાવે તેવુ હતું.

એનઆરસીના કાયદા હોય કે પછી બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાનો મુદ્દો હોય.પ્રશ્નના ઉકેલ અને ન્યાય મેળવવાના બહાને લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યાં છે. લોકો એટલી હદે કંટાળ્યા છેકે, આંદોલનને આગળ ધરી લોકો કાયદો વ્યવસ્થા જ હાથમાં લેતા અચકાતા નથી.સવાલ એ ઉભો થયો છેકે, જનતાની ધિરજ અને સહનશક્તિ ખુટી પડી છે પણ સરકારની નીતિઓને કારણે રાજ્ય-દેશમાં આ ચિંતાજનક પરિસ્થિતીનુ નિર્માણ થઇ રહ્યુ છે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ય હજારો વિદ્યાર્થીઓ પાટનગર ગાંધીનગરના રોડ પર ઉતર્યા હતાં. પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરતાં વિદ્યાર્થીઓ પણ એક તબક્કે પોલીસ સામે પ્રદર્શન કરવા મક્કમ હતાં પણ આખરે સરકારે સીટની રચના કરતા મામલો થાળે પડયો છે. સૌરાષ્ટ્રમાં માલધારીઓ એલઆરડીની પરીક્ષામાં અન્યાય થતાં રોડ પર ઉતર્યો છે. આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીને જિલ્લા કક્ષાએ રેલી યોજીને લડત લડી રહ્યાં છે. આગામી દિવસોમાં કરણીસેનાએ પણ ગાંધીનગરમાં પાંચ લાખ ક્ષત્રિયોને એકઠા કરવાનુ નક્કી કર્યુ છે. પાકવિમાના મુદદે કિસાન સંઘ પણ રેલી કરવાના મૂડમાં છે.

મોઘવારી સહિતના પ્રશ્નોને લઇને આમ જનતા પિસાઇ રહી છે.સરકાર જાણે આંદોલનોમાં ઘેરાઇ છે. ટૂંકમાં, પરિસ્થિતી એવી સર્જાઇ છેકે, બધાય સમાજ-પિડીતો આંદોલનના નામે રસ્તા પર ઉતરી રહ્યાં છે. આંદોલનના નામે હિંસક પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહ્યાં છે જે સરકાર માટે લાલબત્તી સમાન છે. જો મુદ્દે હકારાત્મક નહી વિચારાય તો આ સ્થિતી વધુ વણસી શકે છે.

READ ALSO

Related posts

Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ઘાયલ બન્ને પાયલોટના મોત

pratik shah

મોહન ભાગવતની શિખામણ: જ્યાં જ્યાં હિન્દુઓની વસ્તી ઓછી થઈ, ત્યાં સમસ્યાઓ ઊભી થઈ, હિન્દુ રાષ્ટ્રથી જ વિશ્વસનુંં કલ્યાણ થશે

Pravin Makwana

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોતના કેસમાં 6 લોકોની અટકાયત, વાય કેટેગરીની સુરક્ષા મળી હોવા છતાં ભેદી સંજોગોમાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!