GSTV
Home » News » મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

દેશમાં ફરી એક વખત મોદી સરકાર સત્તારૂઢ થવા જઇ રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટને લઇને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. મોદી કેબિનેટમાં આ વખતે કેટલાક નવા ચહેરાને સમાવવામાં આવે અને કેટલાક જુના ચહેરાને આરામ કરવા દેવાય તેવી ચર્ચાઓ થઇ રહી છે.ભાજપની બહુ મોટી જીત બાદ કેટલાક મંત્રીઓના ખાતા પણ બદલાઇ શકે છે. જીતમાં મહત્વની ભુમિકા ભજવનારાને મહત્વના હોદા પણ આપવામાં આવી શકે છે. વડાપ્રધાનપદ પછીના મહત્વના કહી શકાય તેવા ગૃહ, નાણા, વિદેશ મંત્રાલય જેવા ખાતાઓ તરફ સૌની નજર મંડાઇ છે કે કોને તેમાં સ્થાન મળે છે.

અમિત શાહને મળી શકે છે ગૃહ ખાતું

મોદી કેબિનેટમાં ગુજરાતમાં ગૃહમંત્રી રહી ચુકેલા અમિત શાહ ભાજપની આ શાનદાર જીતમાં ફરી એક વખત ચાણકય બનીને આવ્યા છે એટલે તેમને કેન્દૃીય મંત્રી બનાવીને તેમને ઇનામ અપાઇ શકે છે અને તેમને ગૃહ ખાતું સોંપાય તેવી ચર્ચા જોરશોરથી થઇ રહી છે. એવું થશે તો રાજનાથ સિંહનું ખાતું બદલાઇ શકે છે.

શાહને ગૃહ ખાતું સોંપાય તો ભાજપ અધ્યક્ષ કોણ?

ભાજપની જીત માટે મહત્વનો ભાગ ભજવાનાર અને ગાંધીનગરથી રેકોર્ડ જીત મેળવનાર અમિત શાહને ગૃહમંત્રી બનાવાવમાં આવે તો ભાજપના અધ્યક્ષ કોણ બનશે તેવી રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે. આ માટે જે.પી.નડાને તે જવાબદારી સોંપાય તેવી ચર્ચા છે. ભાજપના અધ્યક્ષપદ માટે બીજા નામની ચર્ચા છે તે નીતીન ગડકરીના નામની છે.

સુષ્મા સ્વરાજ મંત્રીપદ છોડે તો વિદેશમંત્રી કોણ?

અટલ સરકારમાં મંત્રી રહી ચુકેલા સુષ્મા સ્વરાજે મોદી સરકારમાં પણ મહત્વની જવાબદારી નિભાવી છે. વિદેશોના તેમના પ્રવાસ દરમિયાન ઉમર અને સ્વાસ્થ્ય તેમના કામમાં અંતરાય બનતા હોવાથી તેમને વિદેશ મંત્રાલય છોડવું પડે તો નવાઇ નહીં.

ગોયલને મળી શકે છે નાણા મંત્રાલય

નાણા મંત્રી જેટલીના સ્વાસ્થ્યને લઇ હાલ યોગ્ય સમય ની ત્યારે નાણા મંત્રાલયને તેમની ગેરહાજરીમાં સફળતાપૂર્વક સંભાળી ચુકેલા પિયુષ ગોયલને સોંપવામાં આવે તેવી ચર્ચાઓ થઇ રહી છે, તો જેટલીને નાણા રાજયમંત્રી બનાવાય કે કોઇ અન્ય હળવું ખાતું સોંપાય તેવી શકયતાઓ ચર્ચાઇ રહી છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!