GSTV
Home » News » સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન વિઠ્ઠલ નાથજી નિકળ્યા નગર યાત્રાએ, હજારો ભક્તો રહ્યા હાજર

સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન વિઠ્ઠલ નાથજી નિકળ્યા નગર યાત્રાએ, હજારો ભક્તો રહ્યા હાજર

સંસ્કારી નગરી વડોદરાના માંડવી રોડ પર આવેલા ભગવાન વિઠ્ઠલ નાથજીના મંદિરેથી અષાઢી એકાદશી નિમિત્તે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હતા. વડોદરાના રાજવી મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થઈને નગર યાત્રાએ નીકળ્યા હતા.

વિઠ્ઠળનાથજીના મંદિરેથી 211 વર્ષથી રથ યાત્રા નીકળે છે. આજે દેવ પોઢી એકાદશી હોવાથી લગ્નસરા અને શુભકાર્ય પર બ્રેક વાગી જશે. હવે દેવો સીધા જ દેવ દિવાળીએ જાગશે. આ ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો પર બ્રેક વાગી જશે. ભગવાનનો પરંપરાગત વરઘોડો મંદિરેથી નીકળતા ભગવાનના રથને ભક્તોએ દોરડેથી ખેંચ્યો હતો. ભગવાન સ્વયંમ ભક્તોને દર્શન આપવા માટે રથમાં બિરાજમાન થઈ નીકળતા અનોખી ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું.

READ ALSO

Related posts

વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો ચિંતાતુર, વરૂણદેવને રિઝવવા આવી રીતે કરી પ્રાર્થના

Riyaz Parmar

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!