GSTV

દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળામાં શા માટે રાખી છે ભગવાન શિવની મૂર્તિ

ભગવાન શિવ હિંદુઓના દેવતા છે. જેને બ્રહ્માંડમાં જીવનનો આધાર માનવામાં આવે છે. જીવનના અસ્તિત્વથી લઈ અંત સુધી દરેક જગ્યાએ શિવની અવધારણા સમાયેલી છે. જીવનની સૌથી મોટી ઉર્જા શિવ છે. આ વાતની વૈજ્ઞાનિકો પણ પોતાની તરફથી વ્યાખ્યા કરે છે. હિન્દુ પુરાણોમાં શિવના અસ્તિત્વને લઈ અમુક વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપ્યા છે. એટલા માટે જ કોઈને આશ્ચર્ય નથી થતું કે, દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળામાં ભગવાન શિવની મૂર્તિ શા માટે લગાવવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાની સૌથી ખ્યાતનામ ફિઝિક્સની લેબ સર્નના પટાંગણમાં ભગવાન શિવની મૂર્તિ રાખવામાં આવી છે. વૈજ્ઞાનિકો આ મૂર્તિ રાખવા પાછળ અનેક તર્ક વિતર્ક આપી રહ્યા છે. અહીં આસ્થા અને વિજ્ઞાનું સંગમ જોવા મળે છે.

સર્નમાં ક્યાંથી આવી ભગવાન શિવની મૂર્તિ

સર્ન પરિસરમાં લાગેલી નટરાજની મૂર્તિ 2 મીટર લાંબી છે. 2004માં ભારત સરકારે ફિઝિક્સ લેબ સર્નને તે ગિફ્ટ તરીકે આપી છે. 18 જૂન 2004માં આ મૂર્તિનું અનાવરણ થયું હતું. એક પ્રયોગશાળામાં ભગવાનની મૂર્તિનું શું કામ ? આ સવાલનો જવાબ વૈજ્ઞાનિકો તાર્કિક રીતે આપે છે.

આ મૂર્તિની નીચે લાગેલી પટ્ટી પર ફ્રિટજૉફ કૈપ્રાની અમુક પંક્તિઓ લખી છે. તેઓ ભગવાન શિવના અસ્તિત્વને લઈ વ્યાખ્યા કરતા લખે છે કે, હજારો વર્ષ પહેલા ભારતીય કલાકારોએ નાચતા શિવનું ચિત્ર બનાવ્યું હતું. કાંસામાંથી બનેલી ડાંસિંગ શિવાની સિરિઝ મૂર્તિઓ અહીંયા છે. અમારા જમાનામાં અમે ફિઝિક્સની એડલાન્સ ટેક્નોલોજીની મદદથી કોસ્મિક ડાંસનું ચિત્રણ કરતા હતા. કોસ્મિક ડાંસનું રૂપક પૌરાણિક કથાઓમાં મેળ ખાય છે. આ ધાર્મિક કલાકારી અને મોર્ડન ફિઝિક્સનું મિશ્રણ છે.

ભગવાન શિવને લઈ શું કહે છે વૈજ્ઞાનિકો

ફ્રિકજૉફ પ્રખ્યાત ભૌતિકવિજ્ઞાની છે. તેઓ ધ તાઓ ઓફ ફિઝિક્સમાં શિવના અસ્તિત્વને લઈ લખે છે કે, શિવનું નાચતુ સ્વરૂપ બ્રહ્માંડના અસ્તિત્વને રેખાંકિત કરે છે. શિવ આપણને યાદ અપાવે છે કે, દુનિયામાં કંઈ પણ મૌલિક નથી. બધુ જ ભ્રમ માફક અને સતત બદલતું રહે છે. મોર્ડન ફિઝિક્સ પણ આ જ વાતની યાદ અપાવે છે કે, તમામ જીવ અને સૃષ્ટિ અંત, જન્મ, મરણની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. જે ઈનઓર્ગેનિક મેટર્સમાં પણ લાગૂ પડે છે.

ભૌતિકવિજ્ઞાની આગળ લખે છે કે, કોન્ટમ ફિલ્ડ થ્યોરી મુજબ કોઈ પણ પદાર્થનુ અસ્તિત્વ જ નિર્માણ અને અંતના નૃત્ય પર આધારિત છે. મોર્ડન ફિઝિક્સ પણ આ વાતને ઉજાગર કરે છે કે, તમામ અસએટોમિક પોર્ટિકલ ફક્ત એનર્જી ડાંસ જ કરતા નથી, પણ એનર્જી ડાંસ જ નિર્માણ અને સંહારને લઈ સંચાલન કરે છે. મોર્ડન ફિઝિક્સ માટે શિવના ડાંસનું સબએટોમિક મેટરનો ડાંસ છે. આ તમામ પ્રકારના અસ્તિત્વની કુદરતી અવધારણા છે.

સર્નના વૈજ્ઞાનિકો ભગવાન શિવ પાસે પ્રેરણા પામે છે

દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળામાં લાગેલી ભગવાન શિવની મૂર્તિ પાસે વૈજ્ઞાનિકો પ્રેરણા પ્રાપ્ત કરે છે. એક વાર આ પ્રયોગશાળામાં કામ કરનારા રિસર્ચ સ્કોલરે કહ્યું હતું કે, શિવની મૂર્તિ તેમને પ્રેરણા આપે છે. દિવસના અજવાળામાં જ્યારે તે જીવનમાં કામ કરી રહ્યો હોય છે, ત્યારે શિવ પણ તેની સાથે હોય છે. શિવ આપણને યાદ અપાવે છે કે, બ્રહ્માંડ તમામ વસ્તુઓ સતત બદલાતી રહે છે. કોઈ પણ વસ્તુ સ્થિર નથી.

શિવની મૂર્તિ પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો

અમુક લોકોએ આ પ્રયોગશાળામાં લાગેલી મૂર્તિ પર વાંધો ઉઠાવ્યો હતો. અમુક સંકીર્ણ વિચારધારા વાળા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો કે, પોતાની આ પ્રોયગશાળામાં હિન્દુ દેવતાની મૂર્તિ શા માટે રાખી છે. આ સવાલ ત્યારે સૌથી વધારે ઉઠ્યો હતો, જ્યારે 2013માં પ્રયોગશાળામાં હીગ્સ બોસનની શોધ થઈ હતી, જેને ગોડ પાર્ટિકલનું નામ આપવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, દુનિયાની સૌથી ખ્યાતનામ આ પ્રયોગશાળા અનેક દેશોના સહયોગથી ચાલે છે, જેમાં ભારત પણ પોતાનું યોગદાન આપે છે.

READ ALSO

Related posts

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari

લોકડાઉન ખતમ થયા બાદ પણ આ રાજ્યમાં ફરજિયાત પહેરવું પડશે માસ્ક, આ લોકોને મફતમાં મળશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!