GSTV

ભગવાન શિવને પસંદ એવાં આ પાંદડાઓ સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ

ધાર્મિક માન્યતાઓમાં, શ્રાવણ મહિનાનું  ઘણું મહત્વ હોય છે કારણ કે તેમાં વ્રત રાખનારા લોકોનાં બધાં દુ:ખ દૂર થાય છે. આ દિવસોમાં  લોકો મંદિરમાં જાય છે અને શિવલિંગ ઉપર દૂધ, પાણી અને ફૂલો સહિત આવા ઘણા પાંદડા ચડાવવામાં આવે છે, જે ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ પાંદડાઓ માત્ર પૂજા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે. ચાલો આપણે આનું કારણ જાણીએ.

બિલીપત્ર

શિવને અર્પણ કરવામાં આવતા બીલીપત્રનું મહત્વ ફક્ત પૂજા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. વાસ્તવમાં, બીલીપત્રમાં પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમિન, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે, જે હૃદયને સંપૂર્ણ સુરક્ષા આપવામાં મદદગાર છે. બિલીપત્રનો ઉકાળો પીવાથી હૃદયને લગતા જોખમોથી રાહત મળે છે અને હૃદય મજબૂત બને છે. તે શ્વાસના દર્દીઓ માટે પણ અમૃત સમાન છે.

ધતુરો

શિવપુરાણ અનુસાર શિવજીને ધતૂરો અર્પિત કરનારા લોકોને શિવજી ધન-ધાન્ય પ્રદાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ધતુરાનું ફળ અને પાન દવાનું કામ કરે છે અને તે આર્થરાઇટિસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમને દુખાવો થાય છે, તો ધતુરાની પંચાંગ રસ કાઢો અને તેને તલના તેલમાં રાંધો. ત્યારબાદ દુખાવાની જગ્યાએ મસાજ કરો અને તેની સાથે ધતુરાનાં પાન બાંધી દો. આનાથી સંધિવાની સમસ્યા હલ થશે.

આંકડો

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જે ભક્તો ભગવાન શિવને આંકડાના ફૂલ અર્પણ કરે છે, ભગવાન શિવ તેમની તમામ માનસિક અને શારીરિક વેદનાઓને દૂર કરે છે. પૂજામાં તેના મહત્વ ઉપરાંત, આંકડાના પાંદડા ઔષધીય ગુણોથી ભરપુર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ અસ્થમા, ડાયાબિટીઝ, દાદ-ખંજવાળ અને એલર્જી જેવા ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

દુર્વા ઘાસ

ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશને દુર્વા ખૂબ જ પસંદ છે. શું તમે જાણો છો કે ભગવાન શિવનું પ્રિય દુર્વા ઘાસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે કારણ કે તેમાં ઘણાં ફાયદાકારક તત્વો છે જે વિવિધ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે, દુર્વા ઘાસમાં અમૃત વસે છે એવું કહેવામાં આવે છે અને રોગોથી બચવા માટે તેનો રસ પીવામાં આવે છે.

READ ALSO

Related posts

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!