ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનુ અંતર હતું, નહીં જાણતા હોય રામાયણનુ આ રહસ્ય

હિન્દૂ ધર્મમાં રામાયણને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યો છે. ભારતમાં કદાચ જ એવુ કોઈ વ્યક્તિ હશે, જે રામાયણ અને ભગવાન શ્રીરામ વિશે જાણ્તુ નહી હોય. જોકે, રામાયણ સાથે જોડાયેલી અમૂક રસપ્રદ વાતોથી આજે પણ લોકો અજાણ છે. જેમકે ભગવાન રામ અને માતા સીતાની ઉંમરમાં કેટલા વર્ષનું અંતર છે? જેનો જવાબ રામાયણમાં તો છે, પરંતુ આ અંગે મોટાભાગના લોકો જાણતા નથી.

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રીરામ અત્યંત પૂજનીય છે અને આદર્શ પુરૂષ છે. તેમને મર્યાદા પુરૂષોત્તમ રામ પણ કહેવામાં આવે છે. શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ રાક્ષસરાજ રાવણનો અંત કરવા માટે ધરતી પર રામના રૂપમાં અવતાર લીધો હતો.

તો માતા સીતાને આદ્યશક્તિ, સર્વમંગલદાયિની અને વરદાયિની માનવામાં આવે છે. શાસ્ત્રોના જણાવ્યાનુસાર, સીતાના નામમાં જ તેમની ઉત્પત્તિનુ રાજ છૂપાયેલુ છે. ખરેખર, મિથિલાના રાજા મહારાજ જનકને કોઈ સંતાન હતુ નહીં. તેથી તેમણે સંતાન પ્રાપ્તિની કામના માટે એક યજ્ઞ કરવાનુ નક્કી કર્યુ. જ્યારે તેઓ યજ્ઞભૂમિ તૈયાર કરી રહ્યા હતાં, તે દરમ્યાન ત્યાં એક છોકરી પ્રગટ થઇ. આ છોકરીનુ નામ સીતા રાખવામાં આવ્યું.

ભગવાન શ્રીરામે સીતા સ્વયંવરમાં ભગવાન શિવનુ ધનુષ તોડીને માતા સીતા સાથે વિવાહ કર્યા હતા. તેમણે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. આ દરમ્યાન રાવણે માતા સીતાનુ હરણ કર્યુ હતું, ત્યારબાદ ભગવાન રામે રાવણનો વિનાશ કરી દીધો હતો.

રામાયણમાં એક દોહા છે, ‘વર્ષ અઠારહ કી સિયા, સત્તાઈસના રામ| કીન્હો મન અભિલાષ તબ, કરનો હૈ સૂર કામ||’ જેનો અર્થ થાય છે કે માતા સીતા ભગવાન રામથી 9 વર્ષ નાના હતા. જોકે, વાલ્મીકિ રામાયણના જણાવ્યા મુજબ, ભગવાન રામ માતા સીતાથી 7 વર્ષ અને એક મહિના મોટા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter