GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ઢોલ નગારાના નાદ સાથે ભગવાન જગન્નાથનું મામેરુ મંદિરે લવાયુ

અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે ઢોલ નગારા સાથે ભગવાનનું મામેરૂ મંદિરમાં લાવવામાં આવ્યુ છે.

જે દરમ્યાન ગજરાજોને શણગારવામાં આવ્યા હતા. ભગવાનના વાઘા મંદિરમાં આવતાની સાથે ભક્તોમાં અનોરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ રથયાત્રાના તહેવારમાં મામેરાનું પણ ખાસ આગવું મહત્વ છે.

જે મામેરૂ સરસપુરના લોકો દ્વારા ભગવાન જગન્નાથને આપવામાં આવે છે. જ્યારે ભગવાન આવે અને તેમના સ્વાગત માટે પણ શ્રદ્ધાળુઓ અત્યારથી આતુર બન્યા છે.

વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી અને જગતના નાથ જગન્નાથજી ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

ગુજરાત અને ગુજરાત બહારથી લોકો રથયાત્રા દરમિયાન જગન્નાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે.

READ ALSO

Related posts

લોકડાઉનની અસર મંદિરની દાન પેટી પર પણ પડી, અમદાવાદના આ ત્રણ મંદિરોની પહેલા આટલી હતી આવક

Nilesh Jethva

ઉનામાં ગેંગવોર : સામસામે ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય સહિત 5 લોકો ઇજાગ્રસ્ત

Nilesh Jethva

રસપ્રદ છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઈતિહાસ, વિકટ પરિસ્થિતિમાં પણ નથી રહીં સ્થગિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!