GSTV
News Trending World

VIDEO / કોણ છે વિદેશી કૃષ્ણ ભક્ત, જેમના ભજન સાંભળવા દૂર-દૂરથી આવે છે લોકો

કૃષ્ણ

અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી અચ્યુત ગોપી નામની વિદેશી મહિલા હિન્દુ ધર્મમાં માને છે અને ભગવાન કૃષ્ણની ભક્ત છે. તે ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતો એટલા મધુર રીતે ગાય છે કે લોકો તેમના ભજનો સાંભળવા દૂર-દૂરથી આવે છે. આટલું જ નહીં તેમનો પરિવાર પણ ભગવાન કૃષ્ણને ખૂબ માને છે.

કૃષ્ણ

ઉલ્લેખનીય છે કે અચ્યુત એક આધ્યાત્મિક કન્ટેન્ટ નિર્માતા અને ગ્રેમી નોમિનેટેડ આર્ટિસ્ટ છે. તેના ભક્તિ ગીતો માટે તેને ઘણા અવોર્ડ પણ મળ્યા છે. તેણે જણાવ્યું કે તેના જીવનનો હેતુ કીર્તનના માધ્યમથી ભગવાનની ભક્તિમાં લીન થવાનો છે. તેને બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હતી.

તેના માટે તેના પરિવારે પણ તેને ઘણો સપોર્ટ કર્યો હતો. અચ્યુતે જણાવ્યું કે મારા પરિવાર અને શિક્ષકોના આશીર્વાદને કારણે હું આજે અહીં પહોંચી છું. મને આખી દુનિયા ફરવાની તક મળી. મને ગાવાનો અને લખવાનો શોખ છે.

તેમણે જણાવ્યું કે મેં અત્યાર સુધી મારા જીવનમાં ભક્તિ ગીતો અને ધ્યાન-સમાધિ પર ઘણી વર્કશોપ કરી છે. હું પ્રામાણિકપણે કહી શકું છું કે તેના કારણે મારા જીવનમાં ઘણો સુધારો થયો છે અને તેનાથી મને સારું જીવન જીવવાની તક મળી છે. મને નથી લાગતું કે તેનાથી વધુ સારું જીવન હોઈ શકે.

અચ્યુતે જણાવ્યું કે હવે મારા પરિવાર સાથે, મેં NYC સમુદાય પર મારા પ્રયત્નો કેન્દ્રિત કર્યા છે અને કીર્તન, લેખન અને ભક્તિ યોગની અદ્ભુત પરિવર્તનકારી પરંપરામાં મારું હૃદય લગાવ્યું છ.

તેનું Instagram પર govindagirl_acyutagopi નામનું અકાઉન્ટ પણ છે, જેને 27 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેની સાથે જ તેણે ‘પ્રેમ માલા’ નામનું પુસ્તક પણ લખ્યું છે. અચ્યુતા આ પુસ્તક માટે આધ્યાત્મિક શ્રેણીમાં 2020 નેક્સ્ટ જનરેશન ઈન્ડી બુક અવોર્ડના વિજેતા હતા. આટલું જ નહીં, અચ્યુતનું http://acyutagopi.me/ નામનું પોતાનું વેબ પેજ પણ છે. તેમાં આધ્યાત્મિકતા સાથે જોડાયેલી ઘણી બાબતો લખવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો

Akib Chhipa

ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ

Hardik Hingu

જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

Akib Chhipa
GSTV