GSTV
Home » News » અડાલજમાં પ્રથમ વખત નિકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, રાજ્યપાલ ઓપી-કોહલી રહ્યા હાજર

અડાલજમાં પ્રથમ વખત નિકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, રાજ્યપાલ ઓપી-કોહલી રહ્યા હાજર

અમદાવાદ પૂર્વની રથયાત્રાતો દરવર્ષે ભવ્યતિભવ્ય હોય છે જ પરંતુ આ વર્ષે તો અમદાવાદ પશ્ચિમની પણ રથયાત્રાએ રંગ રાખ્યો એવું કહેવાય. અમદાવાદના અડાલજમાં આવેલું જગન્નાથ ભગવાનનું મંદિર જે પુરીના જગન્નાથની જ પ્રતિકૃતિ છે ત્યાં રથયાત્રાનું આયોજન કરાયું હતું. પુરી મંદિર પર લાગવાવેલુ સુદર્શન ચક્ર શહેરના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય છે. તેમ આ રથયાત્રામાં સુદર્શન ચક્ર આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ પહેલા સુદર્શન ચક્ર અને ત્યારબાદ બલભદ્રજી બહેન સુભદ્રાજી અને જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાયા હતા.

અડાલજ નિજ મંદિરથી નીકળી ગાંધીનગર હાઇવે થઈને અન્નપૂર્ણા મંદિર પહોંચે છે જ્યા વિશ્રામ કરીને પાછી નિજ મંદિર પાછી ફરે છે. જયારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય અને ભક્તિસભર દ્રશ્યો ન જોવા મળે તે કેવો રીતે બને ? તમામ રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

5 વર્ષથી સ્થાપાયેલ આ મંદિરમાં આ વખતે રથયાત્રાનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રા ધામધૂમથી ઉજવાય તેવો હતો. પુરીના મંદિરની માન્યતા મુજબ ભગવાનને તાવ આવ્યો હોવાથી ભગવાને આરામ માટે અન્ય જગ્યાએ રાખવામાં આવે છે એટલા માટે મંદિરમાં મદનમોહન સ્વરૂપે ભગવાનની પૂજા કરવામાં આવે છે.

ત્યારબાદ બે દિવસ પહેલા ભગવાને નિજ મંદિર લાવવામાં આવે છે અને ભગવાનની રથયાત્રા ઉજવવામાં આવે છે. જેમ પુરીમાં પહિંદવિધિ ત્યાંના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે તેમ આંડાલજ મંદિરની પહિંદ વિધિમાં રાજ્યપાલ ઓપી-કોહલી દ્વારા કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે પાર્ટી પ્લોટમાં નહીં યોજાઈ ગરબી…

Mayur

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!