GSTV

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

ગુજરાત રાજ્યમાં જાણે ગુન્હેગારોને કાયદાનો ખોફ નથી રહ્યો, રાજ્યમાં અવાનનવાર લૂંચની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવીજ લૂંટની ઘટના જેતપુરમાં સર્જાઈ હતી. જેમાં જેતપુર શહેર ના રમાકાંત માર્ગ પર સોનીના વેપારીની આંખમાં મરચાનો પાવડર નાખી 800 ગ્રામ સોનાની લૂંટ ચાલવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે શખ્સોએ વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બે શખ્સોએ વેપારી પર છરી વડે હુમલો

આ દરમ્યાન બન્ને શખ્સોએ સોની વેપારી પાસેથી અંદાજે ચાલીસ લાખ રૂપિયાનું સોનાની લૂંટ અને બે લાખ રૂપિયા રોકડના થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસ પણ લૂંટનો ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે., નોંધનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને લૂંટારૂઓની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!