GSTV

ઓફિસમાં પણ દેખાઓ તાજગીભર્યા અને ચુસ્ત

વર્કિગ વુમને હળવા મેકઅપ સાથે પ્રેઝન્ટેબલ રહે તે જરૂરી છે. તેના કારણે તમારા કામ દરમિયાન તમે કંટાળો નહીં અનુભવો અને તાજગી અનુભવશો. ઓફિસ વુમન આખો દિવસ દોડધામ કરતી રહે છે. તેના કારણે ઘણીવાર ઓફિસમાં તેનો લુક પ્રેઝન્ટેબલ નથી રહેતો. ઓફિસમાં અચાનક મિટિંગ આવી જાય અથવા તો પ્રેઝન્ટેશન આવી જાય કે ઓફિસમાંથી જ કોઈ કલિગના ઘેર પાર્ટીમાં જવાનું હોય ત્યારે વર્કિંગ લેડી માટે જરૂરી બની જાય છે કે તેનો લુક હંમેશાં પ્રેઝન્ટેબલ હોય.

એટલું જ નહીં ઓફિસમાં હો તે દરમિયાન પણ થાકેલા અને મૂરઝાયેલાને બદલે તાજગીભર્યા દેખાવ તે વધારે જરૂરી છે. તો સાથે સાથે વર્કિંગ લેડી માટે જરૂરી છે કે તે મેકઅપ કે કોસ્મેટિકસની જાહેરખબર કરતી હોય તેવી ન લાગવી જોઈએ!

દિવસ દરમિયાન તમને થાક કે સુસ્તી અનુભવાતી હોય તો ચહેરો ધોઈને થોડો કોમ્પેક્ટ લગાવી લેવો. જેથી તાજગી પણ લાગશે અને તમને જોશે તેને પણ તમે ઉર્જાથી ભરેલા લાગશો.

વર્કિંગ લેડીએ પર્સમાં વેટ ટિશ્યૂ પેપર પણ રાખવા જેથી ઓઇલી થયેલી ત્વચાને તમારી જગ્યાએ  બેઠા બેઠા ચોખ્ખી કરી શકો.

ઓફિસમાં ક્યારેય પણ ડાર્ક લિપસ્ટિક કરીને ન રાખો, હોઠ પર હળવી લિપસ્ટિક અથવા તો લિપ બામ લગાવવું વધારે યોગ્ય રહેશે.

 

તમને સુસ્તી લાગતી હોય તો ઉભા થઇને થોડી વાર ટહેલવું જોઈએ. જેથી એકધારા જકડાઈ રહેલા સ્નાયુઓ પણ રિલેક્સ થશે.

વારંવાર ઉભા થઇને બાથરૂમ કે વોશરૂમમાં તમારો લુક કેવો છે એ જોવા જવું બરાબર નતી. વારંવાર આમ કરવાને લીધે કામ ખોરંભે ચઢે છે. તેના બદલે એ યોગ્ય રહેશે કે તમે પર્સમાં રહે તેવો મિરર રાખો. જોકે જગ્યા પર બેઠા બેઠા દર પંદર મિનિટે પર્સમાંથી મિરર કાઢીને પોતાનો લુક જોયા કરવો તે સારું ન કહેવાય.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

 

Related posts

Beauty Tips : પાઉટ જેવું આ યોગાસન તમારી સુંદરતાને વધારે નિખારી દેશે

Mansi Patel

ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો

Mansi Patel

શું ખુલીને હસવામાં તમારા પીળા દાંત નડે છે? છૂટકારો મેળવવા માટે અપનાવો આ સરળ ઉપાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!