GSTV
Home » News » મોદી વિરોધી રેલીમાં પહોંચ્યા ગુજરાતી હાર્દિક અને જિગ્નેશ મેવાણી, જાણો શું કહ્યું

મોદી વિરોધી રેલીમાં પહોંચ્યા ગુજરાતી હાર્દિક અને જિગ્નેશ મેવાણી, જાણો શું કહ્યું

કોલકત્તામાં પાટીદાર અનામત આંદોલન સમિતીના  કન્વીનર હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. હાર્દિકે કહ્યુ કે, સુભાષ બાબુ ગોરા અંગ્રેજો સાથે લડ્યા હતા. આપણે દેશના ચોર સાથે લડવુ પડશે.

હાર્દિક પટેલ બાદ અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રેલીમાં ભાજપ અને સંઘ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં બંધારણ જોખમમાં છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે.  દેશમાં બેરોજગારી સતત વધી છે. મોદી સરકારે દેશના યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ દેશમાં ખેડૂત અને યુવાઓની સ્થિતિ વધારે કથળી છે.

લોકસભાની ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળાના કોલકત્તામાં ટીએમસીના અધ્યક્ષ અને પશ્વિમ બંગાળના સીએમ  મમતા બેનર્જી વિશાળ રેલી યોજી રહ્યા છે. મમતાના શક્તિ પ્રદર્શનમાં 41 વર્ષ બાદ વિપક્ષી પાર્ટીઓનો સૌથી મોટો જમાવડો થયો છે. એક અંદાજે 20 જેટલી પાર્ટીના નેતાઓ આ રેલીમાં શામેલ થયા છે. પરંતુ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાજરી નથી આપવાના.

આ રેલીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, એચડી કુમાર સ્વામી, ચંદ્ર બાબુ નાયડુ, પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડા, પૂર્વ સીએમ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, રાજદ નેતા તેજસ્વી યાદવ, દ્રમુકના એમ.કે. સ્ટાલિન, ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિંહા પણ સામેલ થશે…આ ઉપરાંત આ રેલીમાં અખિલેશ યાદવ, બસપા મહાસચિવ સતિશ ચંદ્ર મિશ્રા,  શરદ પવાર, અજીત ચૌધરી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી ઉપસ્તિત રહેશે.

આ સિવાય હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી પણ સામેલ થયા છે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!