GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આજે CBIના નવા વડા જાહેર થવાની શક્યતા, ગુજરાતી IPS સહિત 4 ઓફિસર નામ ટોચ પર

CBIના નવા વડાની આજે જાહેરાત થઈ શકે છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની બીજી બેઠકમાં પણ પસંદગી અંગે કોઇ જ નિર્ણય લેવાયો ન હતો. અગાઉ ૨૪ જાન્યુઆરીની બેઠક પણ અનિર્ણીત રહી હતી, પરિણામે પસંદગીનો મામલો ઘાંચમાં પડ્યો હતો. સીબીઆઈના વડાની રેસમાં યુપી કેડરના આઈપીએસ અધિકારી જાવીદ અહમદ, બીએસએફના ચીફ રજનીકાંત મિશ્રા, હરિયાણા કેડરના આઈપીએસ દેસવાલ અને 1983ની બેંચના આઈપીએસ અધિકારી  શિવાનંદ ઝાનું નામ ચર્ચામા છે. 

આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા બાદ સીબીઆઈમાં ડાયરેક્ટરનું પદ ખાલી છે. તેમના સ્થાને નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આલોક વર્મા વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા બાદ તેમને નાગરિક સુરક્ષા વિભાગમાં મહત્વનું પદ આપવામાં આવ્યુ હતું. જો કે, આલોક વર્માએ આ પદ સ્વિકારવાનો ઇનકાર કરીને સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતું. જેથી સરકારી આદેશનું પાલન ન કરવા બદલ આલોક વર્મા વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

Related posts

જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે સચીન પાયલોટની મુલાકાત બાદ રાજકીય ગરમાવો, શું રાજસ્થાનમાં પણ થશે MP વાળી ?

Mansi Patel

ડેમેજ કંટ્રોલ કરવામાં થયા સક્રિય ગહેલોત, CM આવાસ પર વિધાયક દળની બોલાવી બેઠક

Mansi Patel

અમિતાભ બચ્ચનના સારા સ્વસ્થ્ય માટે અનેક જગ્યાએ થઈ રહ્યા હોમ-હવન, સાસરીમાં થયો રુદ્રાભિષેક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!