GSTV
Home » News » રાજ્યમાં રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, જલેબી ઉંધિયા માટે લાગી લાંબી લાઈનો

રાજ્યમાં રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, જલેબી ઉંધિયા માટે લાગી લાંબી લાઈનો

તો આ તરફ સુરતમાં સુરતીલાલાઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી. સવાર પડતાની સાથે સુરતીઓએ આકાશને રંગીન પતંગથી રંગયુ હતુ. આ ઉપરાંત પતંગબાજોએ ડીજેના તાલે ઉત્તરાયણની ઉજવણી કરી. જ્યારે સુરતીલાલાઓએ ઉધીયુ અને જલેબીની જાયફત માણી હતી. સુરતમાં સવારના દસ વાગ્યા બાદ ઊતરાયણ માહોલ બરોબર જામ્યો. જ્યાં ધાબાઓ પર ઊંધીયા-પુરીની જ્યાફ્ટ માણવાની સાથે પતંગ ચગાવવાનો પણ આનંદ માનવામાં આવ્યો. કેટલાક લોકો ધાબાની ટાંકીઓ પર ચઢી ડી.જે.ના તાલે ઝૂમતા પણ નજરે પડયા. જ્યારે સુરતીઓએ પોતાના પરિવાર સાથે તલના લાડુ, ચીકીની પણ મજા માણી હતી.

ઉતરાયણનો પર્વ હોય અને ઊંધિયાની હાજરી ન હોય તે કેવી રીતે બની શકે. ઊંધીયા પુરીની જ્યાફત માણવા સુરતીઓએ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર વહેલી સવારથી દોટ મૂકી હતી. જો કે મોંઘવારીના પગલે ઊંધીયાના વેચાણમાં આ વખતે 20 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ સ્વાદના શોખીન અને મોજમસ્તીમાં હંમેશા અગ્રેસર રહેતા સુરતીઓએ મોંઘવારીને પણ એકબાજુએ મૂકી વધુ રૂપિયા ચૂકવી ઊંધીયાની ખરીદી કરી હતી.

રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણામાં રાહત દરે ઉંધીયુ અને જલેબીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. શહેરના મિત્ર મંડળ દ્વારા ૨૦ રૂપિયાના દરે ઊંધીય અને ૧૦ રૂપિયાના ટોકને જલેબીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મિત્ર મંડળ દ્વારા ત્રણ હજાર કિલો ઉંધીયુ અને જલેબી તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઉંધીયુ અને જલેબીના ટોકન બે દિવસ પહેલા આપવામાં આવે છે. અને આજે ઉંધીયુ અને જલેબીનું વિતરણ કરવામાં આવે છે.

બીજી તરફ ધોળકા અને બાવળામાં પણ સવારથી જ પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે ખૂબ જ ઉત્સાહથી ધાબા પર ચડ્યા. જેના કારણે આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો. જો કે વચ્ચે વચ્ચે પવનનું જોર ઓછું હોવાથી પતંગ રસિયાઓ થોડા નિરાશ થયા. ઉત્તરાયણે ઉંધિયું, જલેબી, બોર અને ચિક્કીની જ્યાફત લોકો માણતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ધોળકામાં ઉંધિયાના વેપારીઓને ત્યાં મંદીનો માહોલ જોવા મળ્યો.

ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિયાઓની સાથે સાથે સ્વાદ રસિયાઓએ પણ ઉંધિયા જલેબીની જયાફત ઉડાવી. વિરમગામમાં ઉંધિયા જલેબીની દૂકાનો પર ભારે ભીડ જોવા મળી. મંદીનો માહોલ હોવાથી દૂકાનદારોએ પણ ભાવમાં બહુ મોટો વધારો કર્યો નથી. જેથી મોટી સંખ્યામાં લોકો તહેવારની મજાની સાથે સાથે ઉંધિયા જલેબીનો ટેસ્ટ પણ માણી શકે.

READ ALSO

Related posts

આ જાનવરનું સૂપ પીવું ચીનાઓને પડી ગયું મોંઘુ, ફેલાઈ ગયો કોરોના વાયરસ

pratik shah

મોદી 2.0 નો મેગા પ્લાન, GST બાદ દેશમાં લાગુ થશે આ નવી ટેક્સ પદ્ધતિ

Ankita Trada

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!