GSTV
Gujarat Government Advertisement

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

કોરોના

Last Updated on April 23, 2021 by Damini Patel

કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા રોજ ઝડપથી વધી રહી છે. એજ ઝડપથી દરરોજ કોરોના વાયરસથી જોડાયેલ નવી વાત સામે આવે છે. ઘણી સ્ટડીની માનીએ તો હલકા લક્ષણો વાળા કોરોના લગભગ 50% દર્દી એવા છે જે સારા થયા પછી પણ તેમનું સ્વાસ્થ્ય પુરી રીતે સારું થતું નથી. એવામાં દર્દીઓમાં લગભગ 6 મહિના સુધી કોરોના સાથે જોડાયેલી સમસ્યા રહે છે. એવામાં લોન્ગ કોવિડ અથવા પોસ્ટ કોવિડ સિંડ્રોમ નામ આપવામાં આવ્યું છે.

લોન્ગ કોવિડ શું છે?

ઘણી રિસર્ચ સૂચવે છે કે કોવિડ -19 ના હળવા લક્ષણોવાળા દર્દીઓ સામાન્ય રીતે ચેપ લાગ્યાના 1 થી 2 અઠવાડિયાની અંદરરિકવર થઇ જાય છે, જ્યારે ગંભીર લક્ષણો વાળા દર્દીઓને સાજા થવા માટે 6-7 અઠવાડિયાનો સમય લાગે છે. એક અહેવાલ મુજબ, કોવિડ -19 થી સ્વસ્થ થયા પછી પણ તેમને ઉધરસ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા સ્વાદ અને સુગંધ ન અનુભવવા જેવી તકલીફો જોવા મળે છે જેને લોન્ગ કોવિડ કહેવામાં આવે છે.

પુરુષોમાં કરતા વધુ મહિલાઓમાં લોન્ગ કોવિડ સમસ્યા

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 20 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેક્ષણમાં દર્શાવ્યું હતું કે કોવિડ -19થી સંક્રમિત થવા વાળા દર 5 માંથી 1 વ્યક્તિમાં સારા થયા પછી 5 થી 12 અઠવાડિયા સુધી બીમારીના લક્ષણો જોવા મળે છે. લોંગ કોવિડની આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં બમણી છે.

લોન્ગ કોવિડના આ લક્ષણોને અવગણવું નહિ

કોરોના

સતત ઉધરસ – જો દર્દીને કોવિડ -19ના કારણે ખાંસી આવી રહી હોય, તો તે શ્વસન માર્ગમાં બળતરા પેદા કરી શકે છે, જેના કારણે ઇન્ફેક્શન સારું થયા પછી પણ ઘણા અઠવાડિયા કે મહિનાઓ સુધી ખાંસી ચાલુ રહે છે.

ડાયરિયા – સ્ટડી મુજબ કોવિડ -19 તમારી પાચક શક્તિ ઉપર ખરાબ અસર પાડે છે, જેના કારણે લાંબા સમય સુધી ડાયરિયાની સમસ્યા રહે છે.

ભૂખ ન લાગવી – ઘણા દર્દીઓ આ રોગમાંથી સાજા થયા પછી પણ સ્વાદની ક્ષમતા મેળવતા નથી જેના કારણે તેમને યોગ્ય રીતે ભૂખ નથી લાગતી અને ખાવાનું મન થતું નથી. આ સમસ્યા કેટલાક અઠવાડિયા સુધી પણ રહી શકે છે.

કમજોરી- ઘણી સ્ટડીમાં જણાવાયું આવ્યું છે કે લોન્ગ કોવિડથી પીડિત લગભગ 80 ટકા દર્દીઓ થાક અને નબળાઇ અનુભવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!