GSTV

જે બિલાડી પર દુનિયાભરમાં બનતા મીમ્સ તેનું થયું મોત, ટ્વીટર પર લોકો વહાવી રહ્યા છે આંસૂ

દુનિયાની પ્રખ્યાત લોન્ગ કેટ નોબિકોનું હાલમાં મોત થયુ છે. સોશિયલ મીડિયા પર નોબિકો નામની આ બિલાડીના લાખો ફેન્સ છે. જે તેના મોત બાદ ઘણા દુ:ખી છે. આ બિલાડીની એટલી મોટી ફેન ફોલોઈંગ પાછળ તેનુ લાંબુ કદ, જેના કારણે કેટલાય ફેન્સે મીમ્સ બનાવ્યા છે. નોબિકે દ લોન્ગકેટે લાંબુ જીવન જીવ્યા બાદ 18 વર્ષની ઉંમરે તેનું મોત થયુ છે.

જાપાનના કોચ્ચિમાં રહેતી આ બિલાડી 2004-05માં પહેલી વાર ટીવી પર દેખાઈ હતી. જે બાદ તેનુ નિક નેમ મળ્યું. કહેવાય છે કે, નોબિકોની લંબાઈ લગભગ 65cm હતી. જેના કારણે તે સોશિયલ મીડિયા પર લોકોને તેને ખૂબ પસંદ કરી રહ્યા હતા, અને તેના પર મીમ્સ બનાવી રહ્યા હતા.

ફેન્સ આપી રહ્યા છે રિએક્શન

નોબિકોએ દુનિયાને અલવિદા કહેતા સોશિયલ મીડિયા પર લોકો આંસૂ વહાવી રહ્યા છે. લોકો આ સાથે નોબિકોના જૂના મીમ્સને પણ શેર કરી રહ્યા છે. ટ્વીટર પર એક યુઝર્સે લખ્યુ છે કે, હા એ સાચુ છે કે, જાપાનમાં નોબિકો નામથી ઓળખાતી લોન્ગ કેટ હવે નથી રહી. અન્ય એક યુઝર્સે લખ્યુ છે કે, તે 18 વર્ષની હતી.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!