GSTV

વાળને સુંદર અને ચમકદાર બનાવવા રોજિંદા જીવનમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જલ્દી થશે અસર

ઘણી વખત લોકો એ માને છે કે, વાળ જ સુંદરતાનો એક પર્યાય છે. જેમના માથા પર લાંબા-ઘાંટા વાળ હોય છે તેમની પાસેથી વાળની સિક્રેટ જાણકારી જાણવાની કોશિશ કરતા રહે છે. લાંબા-ઘાંટા વાળ લગભગ દરેક છોકરીની ઈચ્છા હોય છે. તેથી જ છોકરીઓ ઘણીવખત વાળને લાંબા કરવાની કોશિશ કરતી રહે છે. માનવામાં આવે છે કે, વાળનો લાંબા અને ઘાટા બનાવવા માટે ઘરેલુ ઉપાય ખૂબ જ અસરદાર સાબિત થાય છે, પરંતુ તે સાથે જ તેમા રૂટીનની પણ ખાસ ભૂમિકા હોય છે. લાંબા-ઘાંટા વાળ મેળવવા માટે વાળને પોષણ આપવું જોઈએ. તે માટે કેટલીક આદતોને પોતાના રૂટીનમાં સામેલ કરવાની જરૂરિયાત છે.

અઠવાડિયામાં બે વખત વાળ ધોવા

વાળને મજબૂતી આપવા માટે તેને સ્વચ્છ રાખવા ખૂબ જ જરૂરી છે. અઠવાડિયામાં બે વખત વાળને જરૂર શેમ્પુથી વોશ કરો. સાથે જ એ ધ્યાન રાખો તે, વાળને હળવા હાથથી ધોવો. કારણ કે, જો તમે વાળ ધોતા સમયે તેને ખૂબ જ રગડશો તો તેનાથી હેર ડેમેડ થઈને વધારે તૂટે છે. વાળ ધોયા બાદ હળવા હાથથી સૂતરાઉ કપડાથી વાળને લૂંછી નાખો. વાળ પર ડ્રાયર અથવા પ્રેસિંગ મશીનનો વપરાશ કરશો નહી.

તેલ જરૂરથી નાખો

માનવામાં આવે છે કે, વાળને પોષણ આપવા માટે તેમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા વાળમાં તેલ નહી નાખો તો તેને પોષણ મળશે નહી. તેથી આવુ થવા પર તેની લંબાઈ પણ રોકાઈ જાય છે અને વાળ હળવા પણ પડવા લાગે છે જો તમારી પાસે વધારે સમય ન હોય તો અઠવાડિયામાં એકથી બે વખત 12-12 કલાક માટે તેલ જરૂર લગાવો.

ભોજનમાં ભરપૂર પ્રમાણમાં ભોજન લો

જો તમે લાંબા વાળ મેળવવા માગો છો તો માત્ર બહાર જ નહી, પરંતુ અંદરથી પણ પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. જે ખાદ્ય પદાર્થમાં પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન ઈ હોય છે તેનું સેવન મહત્તમ કરો. તેમં આંબળા, મીઠો લીમડો, ગાજર અને માછલીનો પણ સમાવેશ થાય છે. જો તમે ઈચ્છો તો વિટામિન ઈની ગોળીઓનું પણ સેવન કરી શકો છો. તેનાથી તમારા વાળ ખૂબ જ કેજીથી વધશે.

READ ALSO

Related posts

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

Nilesh Jethva

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

Ankita Trada

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!