GSTV
India News World ટોપ સ્ટોરી

લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ

લંડનમાં ભારતીય દૂતાવાસ પર ખાલીસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સ્થાનિક ભારતીયો અને પ્રવાસી ભારતીયોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના બીજા દિવસે આજે મોટી સંખ્યામાં ભારતીયો ભારતીય દૂતાવાસ બહાર હાથમાં તિરંગા લઈને ઉમટી પડ્યાં હતા અને ખાલીસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

લંડનમાં ભારતીય સમુદાયના લોકોએ ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એક મોટી બેઠકનું આયોજન કર્યું હતું. ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલના એક સભ્યએ જણાવ્યું હતું કે, “અમે ભારતને સમર્થન આપવા માટે ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા છીએ. ભારતીય ધ્વજને હટાવી દેવામાં આવ્યો હતો. અમે બ્રિટિશ સાંસદોને તાત્કાલિક પગલાં લેવા અને આ સમસ્યાઓમાં થોડો વિવેક દાખવવા  વિનંતી કરીએ છીએ.”

લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ભારતીય સમર્થકોએ ખુલ્લેઆમ ખાલિસ્તાનનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનમાં સામેલ લોકોની સાથે ત્યાં સુરક્ષામાં તૈનાત બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ભારતનું સમર્થન કર્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં લોકો ‘જય હો’ના નારા લગાવતા સાંભળી શકાય છે. આ દરમિયાન ત્યાં હાજર બ્રિટિશ પોલીસમેન  સામેલ થઈને પોતાની આગવી શૈલીમાં ભારતને સમર્થન કરતા જોવા મળ્યા હતા અને ભારતીયો સાથે ડાન્સ કર્યો હતો, જુઓ આ વિડીયો –

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV