કચ્છમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ લંડનથી માંડવી આવેલા NRI યુવકમાં યુકે સ્ટ્રેઈન માલુમ પડતા તંત્ર દોડતું થયું છે. મળતી માહિતી મુજબ લંડનથી આવેલો માંડવીનો 37 વર્ષનો NRI યુવકમાં કોરોનાના નવા યુકે સ્ટ્રોઈનથી અસરગ્રસ્ત હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તે સાથે અન્ય એક દંપતિ પણ ભોગ બન્યું છે.

નવા યુકે સ્ટ્રોઈનથી અસરગ્રસ્ત હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
બ્રિટનથી આવલું ભૂજ તાલુકાના એક ગામનું દંપતિ પણ કોરોના પોઝિટીવ જણાતા તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તેમાં નવો સ્ટ્રેઈન જણાયો નથી, પુણેની નેશનલ ઈન્સટિટયુટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન હોવાની પુષ્ટિ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ યુવક હાલમાં એન્કરવાલા સાધનામાં ક્વોરન્ટાઈન છે.


આરોગ્ય તંત્ર થયું દોડતું
આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે પ્રોટોકોલ મુજબ 31 ડિસેમ્બરે સેમ્પલ લઈને પુણેની લેબમાં મોકલ્યું હતું. યુવકના સંપર્કમાં આવેલા 10 લોકોને પણ ક્વોરન્ટાઈન કરાયા હતા. યુવકની તબિયત હાલ સ્થિર છે. આગમમી એકાદ-બે દિવસમાં ફરીથી તેનું સેમ્પલ લઈને પુણેની લેબમાં મોકલવામાં આવશે. જ્યારે બીજી તરફ ભુજ તાલુકાના દંપતિ ગડા પાટિયા પાસેના કેન્દ્રમાં ક્વોરન્ટાઈન છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….