GSTV
Home » News » મોદી સરકાર આ સવાલોનો તોડ ન લાવી શકી તો જાહેરાત બનશે લોલિપોપ

મોદી સરકાર આ સવાલોનો તોડ ન લાવી શકી તો જાહેરાત બનશે લોલિપોપ

મોદી સરકારે સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કર્યા બાદ તેના લાગુ થવા મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ છે. મુખ્ય સવાલ એ છે કે સવર્ણોને અનામતનો પ્રસ્તાવ શું બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે. શા માટે આવો સવાલ ઉઠી રહ્યો છે. અને આ સવાલો ઉઠવા પાછળના ક્યા કારણો છે

કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે અંતર્ગત હાલના 50 ટકા અનામતના ક્વોટાની બહાર અનામતનો લાભ અપાશે. પરંતુ સરકારની આ જાહેરાત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારના આ પ્રસ્તાવને બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધનો માનવામાં આવે છે. જેના પર મુખ્ય 3 પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

હકીકતમાં બંધારણમાં અનામત અંગે જે જોગવાઇ છે. તે એ જાતિ અને વર્ગો માટે છે તે સામાજિક રૂપે પછાત છે. અને તેમનું સરકારી નોકરીઓ, રાજનીતિ અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી. આ આધારે જોઇએ તો દલિત અને પછાત વર્ગની સરખામણીએ સવર્ણ અનામત તાર્કિક નથી જણાતું. કેમકે આ તમામ મહત્વના ક્ષેત્રો પર સવર્ણોનું પૂરતું પ્રતિનિધિત્વ જોવા મળે છે.

સવર્ણોને અનામત આપવાના માર્ગમાં સૌથી મોટી અડચણ એ છે કે દેશમાં સવર્ણોનો સામાજિક અથવા આર્થિક સ્તરે કે પછી તેની સંખ્યાને લઇને હજુ સુધી કોઇ સર્વે નથી કરવામાં આવ્યો. જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ શરૂ તો કરવામાં આવ્યું હતું. પરંતુ તેને અધવચ્ચે જ અટકાવી દેવાયું હતું. આથી સવર્ણોને અનામત આપવાનો માર્ગ અને પદ્ધતિ કઇ હશે. અને આર્થિક પછાતપણાને કેવી રીતે નક્કી કરાશે. આ બંને મહત્વના સવાલો છે.


અનામતનો હેતુ સમાજના ઉપેક્ષિત કે પછાત વર્ગના સમુદાયને આગળ લાવવાનો ઉમદા હતો. અનામત આપવાનો આધાર જાતિ કે વર્ગને એટલે બનાવવામાં આવ્યા કેમકે દેશમાં અનેક જાતિ-વર્ગોના લોકો સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર હતા. આ જાતિઓને મુખ્ય ધારામાં સામેલ કરવા અનામત આપવામાં આવી. અનામત હકીકતે ગરીબી દૂર કરવાનું હથિયાર નથી. પરંતુ સામાજિક ભેદભાવ દૂર કરવાનું સાધન છે. આથી જ બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ જઇને સરકાર આર્થિક રીતે કેવી રીતે અનામત આપશે તે સવાલ છે.

Related posts

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur

ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!