GSTV
Home » News » લોકસભાના સાંસદ શાળાના બાળકો કરતા પણ બદ્દતર, ભડકી ઉઠ્યા સુમિત્રા મહાજન

લોકસભાના સાંસદ શાળાના બાળકો કરતા પણ બદ્દતર, ભડકી ઉઠ્યા સુમિત્રા મહાજન

સંસદના શિયાળુ સત્રના પાંચ દિવસ જુદા જુદા મુદ્દાઓના કારણે થયેલા હંગામાની ભેંટ ચઢી ગયા. તેનાથી નારાજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને મંગળવારે સભ્યોને કહ્યું કે શું તેઓ શાળાના બાળકો કરતા પણ બદતર છે. લોકસભાની કાર્યવાહી વિઘ્ન બાદ ફરી થવા ભાજપ, કોંગ્રેસ, એઆઇએડીએમકે, ટીડીપીના સભ્યો પોતપોતાના મુદ્દાઓને લઇને શોરબકોર અને નારેબાજી કરવા લાગ્યા. જેના પર સુમિત્રા મહાજને કહ્યું કે તેઓ સમજી શકે છે કે લોકસભાનું અંતિમ પૂર્ણ સત્ર છે અને તમારા બધાના પોતાના મુદ્દા છે.

સંસદ ચર્ચા માટે છે અને સરકાર ચર્ચા માટે તૈયાર છે. ત્યારે શોરગુલની આ રીત યોગ્ય નથી. લોકસભા અધ્યક્ષે કહ્યું કે વિદેશના શિષ્ટમંડળ આવે છે ત્યારે તેઓ પૂછે છે કે તમારે ત્યાં આ શું થઇ રહ્યું છે. શાળાના બાળકોના મેસેજ આવે છે કે અમારી શાળા સારી રીતે ચાલે છે. મહાજને સવાલ કર્યો કે શું આપણે શાળાના બાળકો કરતાં પણ બદ્દતર છીએ.

Read Also

Related posts

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva

કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

Riyaz Parmar

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!