GSTV
Home » News » લોકસભાનો જંગ: ગ્રામ્ય મતદારોનાં ઉત્સાહ સાથે સરેરાશ 62.36 ટકા મતદાન, આદિવાસી પટ્ટાની વલસાડ બેઠક સૌથી આગળ

લોકસભાનો જંગ: ગ્રામ્ય મતદારોનાં ઉત્સાહ સાથે સરેરાશ 62.36 ટકા મતદાન, આદિવાસી પટ્ટાની વલસાડ બેઠક સૌથી આગળ

લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કાનાં મતદાનમાં ગુજરાતની 26 બેઠકો સહિત કુલ 116 સીટો પર મતદાન થયું છે. સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 62.36 ટકા મતદાન નોંધાયું છે. દરેક લોકસભા બેઠક દિઠ મતદાનની વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર મતદાન નોંધાયું છે. તેમજ સૌથી ઓછુ મતદાન કચ્છ બેઠક પર થયું છે.

ઉત્તર ગુજરાતનાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ

ઉત્તર ગુજરાતમાં થયેલા મતદાનની વાત કરીએ તો, મધ્ય ગુજરાતની સાત લોકસભા બેઠકો પૈકી ગાંધીનગરમાં 64.96 ટકા, મહેસાણામાં 61.74 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ પાટણમાં 61.23 ટકા પોલીંગ થયું હતું. આ સિવાય સાબરકાંઠામાં 66.01 ટકા તેમજ બનાસકાંઠામાં 64.08 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ રાજ્યનાં સૌથી મોટા શહેર ગણાતા અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકો પર અનુક્રમે 59.48 અને 57.77 ટકા મતદાન થયું હતું. સામાન્ય રીતે જોવા જઇએ તો શહેરી મતદાનો મતદાન પ્રત્યે ઉદાસીન જોવા મળ્યા હોય તેવું લાગ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં નિરસ મતદાન

વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની તો આ વિસ્તારમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ખાસ્સુ નુકસાન થયું હતું. તેમજ આ વખતે પણ ગાબડા પડવાની ભાજપને પુરે-પુરો વિશ્વાસ છે. દેશનાં સૌથી મોટા જિલ્લા અને અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું હતું. આ મતદાનની ટકાવારી 56.76 ટકા સુધી રહિ હતી. બીજી તરફ સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતી રાજકોટ બેઠક પર 63.11 ટકા મતદાન નોંધાયું હતું. તો જામનગર લોકસભા બેઠક પર 58.49 ટકા જેવું નિરસ મતદાન થયું હતું. તેમજ પોરબંદર બેઠક પર 56.73 ટકા મતદાન થયું છે. તો આ તરફ કોળી મતદારોનું પ્રભત્વ ધરાવતી જુનાગઢ લોકસભા બેઠક પર 58.63 ટકા મતદાન થયું છે. બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણી જે બેઠક પરથી ઉમેદવાર છે તે અમરેલી લોકસભા બેઠક પર 55.73 ટકા મતદાન નોંધાયું છે. તો બીજી તરફ ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અનુક્રમે 57.63 ટકા અને 54.66 ટકા મતદાન નોંધાયું છે.

મધ્ય ગુજરાતમાં 60 ટકાની અંદર રહ્યું મતદાન

મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર 67.06 ટકા મતદાન થયું હતું. ખેડા બેઠક પર 59.64 ટકા તેમજ આણંદ બેઠક પર 66.23 ટકા મતદાન નોંધાયું છે. આદિવાસી અનામત દાહોદ લોકસભા બેઠક પર 63.38 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠક પર 59.90 ટકા મતદાન થયું છે. ટ્રાયબલ અનામત છોટાઉદેપુર સીટ પર 67.67 ટકા મતદાન નોંધાયું છે.

મતદાનમાં દક્ષિણ પટ્ટાની બેઠકો આગળ

દક્ષિણ ગુજરાતની આદિવાસી અનામત બેઠકો પર મતદાન વધું થયાની વિગતો મળી રહિ છે. હિરાનગરી સુરતની વાત કરીએ તો સુરત લોકસભા બેઠક પર 62.29 ટકા મતદાન નોંધાયું છે. આદિવાસી બેલ્ટ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર 69.55 ટકા મતદાન થયું છે. તેમજ બારડોલી લોકસભા બેઠક પર 70.23 ટકા મતદાનની ટકાવારી જોવા મળે છે, તેમજ નવસારી લોકસભા બેઠક પર 64.28 ટકા મતદાન નોંધાયું છે. તેમજ રાજ્યમાં જે બેઠક પર સૌથી વધારે મતદાન નોંધાયુ છે તે દક્ષિણ પટ્ટાની વલસાડ લોકસભા બેઠક છે.વલસાડ લોકસભા બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 74.09 ટકા મતદાન થયું છે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!