GSTV
Home » News » સિંગર અને ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ

સિંગર અને ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ

પોતાના ડાન્સ દ્વારા યૂ-ટ્યુબ પર ખળભળાટ મચાવનારી હરિયાણાની સિંગર અને ડાન્સર સપના ચૌધરી પણ રાજનીતિના મેદાનમાં ઉતરી છે. સપના ચૌધરીએ કોંગ્રેસની સભ્યતા લઇ લીધી છે. રીપોર્ટ મુજબ, સપના ચૌધરી લોકસભા ચૂંટણી 2019માં હેમા માલિનીની સામે મથુરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

બિગ બૉસ 11માં ભાગ લીધા બાદ સપના ચૌધરીની લોકપ્રિયતા ઉડીને આંખે વળગે છે. એવામાં કોંગ્રેસ સપના ચૌધરીની લોકપ્રિયતા વધારવા માટે તૈયાર છે. સપના ચૌધરીએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસની સભ્યતા લીધી હતી. સપના સોશિયલ મીડિયામાં રાજકીય મુદ્દા પર પણ પોતાના મંતવ્યો મૂકે છે.

અહીં જણાવવાનું કે સપના ચૌધરી થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસ હેડક્વાર્ટરની આગળ જોવા મળી હતી. ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીને મથુરા બેઠક પરથી ટીકિટ આપી છે. એવામાં કોંગ્રેસ હેમા માલિનીની સામે તેટલાં જ લોકપ્રિય ચહેરાને ટીકિટ આપી શકે છે.

READ ALSO

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi