GSTV
Home » News » દિલ્હીમાં આપ સાથે ગઠબંધન પર કોંગ્રેસના આ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીમાં આપ સાથે ગઠબંધન પર કોંગ્રેસના આ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન

delhi aap congress

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસના નેતા પીસી ચાકોએ ફરીવાર મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે,  દિલ્હીમાં આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ છે. જેથી દિલ્હીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગંઠબંધન કરવા અંગે વિચાર કરવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરવાનો અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગંઠબંધન કરવાથી ભાજપના વિજય રથને રોકી શકાય તેમ છે.

તેમણે કહ્યું હતું કે, એમસીડીની ચૂંટણીમાં બન્ને પાર્ટીને 50 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને માત્ર 35 ટકા વોટ મળ્યા છે. જેથી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરનાથી દિલ્હીમાં ભાજપની હાર નક્કી થશે.

સંજય સિંહે આપી આ પ્રતિક્રિયા

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને શરૂ થયેલા ઘમાસાણ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં કોંગ્રેસ ભ્રમની સ્થિતિમાં છે. જેથી આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરવા માટે તૈયાર નથી.

સંજયસિંહે વધુમા જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીની લડાઈ દેશના બંધારણને જોખમમાં મુકનાર અને દેશ વિરોધી તાકત વિરૂદ્ધ છે. જેથી આ લડાઈમાં કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીને સાથ આપવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરતા આપે દિલ્હીની તમામ સાતેય બેઠક પરથી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

Read Also

Related posts

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

દેશના લોકો કહી રહ્યા છે ‘ફિર એક બાર મોદી સરકાર’ : પ્રધાનમંત્રી

Arohi

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi