GSTV
Home » News » વૃદ્ધોએ પણ ઉત્સાહ ભેર કર્યું મતદાન, તો ક્યાંક પોલિંગ બુથ પર વોટરોનું સ્વાગત આ રીતે કરવામાં આવ્યું

વૃદ્ધોએ પણ ઉત્સાહ ભેર કર્યું મતદાન, તો ક્યાંક પોલિંગ બુથ પર વોટરોનું સ્વાગત આ રીતે કરવામાં આવ્યું

લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 91 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આયોગ દ્વારા જાહેર ચૂંટણી કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કાની મોટાભાગની બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે. આ વખતે લગભગ 8 કરોડ મતદાતા પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે સવારથી જ લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો. અલગ અલગ રાજ્યોમાં લોકોના મતદાનની સ્થિતી પર નજર કરીએ તો…

બિહારમાં વૃદ્ધોએ કર્યું મતદાન, જોવા મળ્યો અનોખો જોશ…

કૂચ બિહારના એક પોલિંગ બુથ પર વૃદ્ધો મતદાતાઓની વચ્ચે પણ જોશ જોવા મળ્યો. ત્યાં સુધી કે શારિરીક રૂપથી અસક્ષમ વૃદ્ધોએ પણ મતદાન કરવા પહોંચ્યા.

બાગપતમાં ઢોલ વગાડીને અને ફૂલોથી કરવામાં આવ્યું વોટરોનું સ્વાગત

બાગપત લોકસભા ક્ષેત્રના પોલિંગ બુથ પર ખુબ રસપ્રદ નજારો જોવા મળ્યો. અહીં બડૌતના બુથ નંબર 126 પર ફૂલોનો વરસાદ કરીને વોટરોનું સ્વાગત કરવામાં આવ્યું.

મુઝફ્ફરનગરમાં વોટિંગની તસ્વીર

સહારનપુર: લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટે મતદાન મથક નંબર 355 પર લોકો કતારમાં

ખાલી પડ્યું છે પુંછનું પાલિંગ બુથ

જમ્મુ-કાશ્મીરના બારામુલા અને જમ્મુ લોકસભા સીટ પર પહેલા તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. અહીંના બુથની નંબર 152 પુંછમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરંતુ પોલિંગ બુથ પર મતદાતાઓ જોવા નથી મળી રહ્યા.

Read Also

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Path Shah

BJP નેતાએ કહ્યું, પ્રચાર નહી કરુ…‘મોદી તુજસે બૈર નહી, સાધ્વી તેરી ખૈર નહી’

Nilesh Jethva

સાધુ સંતોએ શહિદોના પરિવારજનો માટે કર્યું 22 લાખ રૂપિયાનું દાન

Path Shah