GSTV
Home » News » આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Vadodara Lok Sabha seat

2014ની ચૂંટણીમાં ફક્ત ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે હાઇપ્રોફાઇલ બની રહેલી વડોદરા લોકસભા બેઠક પર નજર કરીએ. 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી અને વિક્રમજનક લીડથી જીત પણ મેળવી. તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો. આથી રાજ્યના અન્ય 3 મહાનગરોની જેમ વડોદરા પણ ભાજપ માટે સૌથી સલામત બેઠક ગણી શકાય. અહીં પટેલ, એસસી તેમજ રાજપુત સમુદાયનું સૌથી વધુ વર્ચસ્વ છે. પરંતુ કોંગ્રેસ છેલ્લા 3 દાયકાથી આ જ્ઞાતિઓના સમીકરણો ઉકેલી શકી નથી. 

વડોદરા બેઠક એ પરંપરાગત રીતે ભાજપની બેઠક રહી છે. છેલ્લા 3 દાયકાથી વર્ષ 1996ની ચૂંટણીને બાદ કરતા અહીં હંમેશા ભગવો જ લહેરાતો આવ્યો છે. જો કે દેશને આઝાદી મળી ત્યારથી આ બેઠક વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની રહી છે. વડોદરાના મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. રાજ્યના અન્ય મહાનગરોની જેમ વડોદરાના શહેરી મતદારો પણ હંમેશા ભાજપને જીતાડતા આવ્યા છે. જો કે 2014ની ચૂંટણી વડોદરાવાસીઓ માટે ખૂબ જ ખાસ બની રહી.

2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. પરિણામે વડોદરા બેઠક પર ફક્ત દેશની નહીં પણ દુનિયાભરની નજર હતી. 2014માં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને 5 લાખ 70 હજાર 128 મતની વિક્રમજનક સરસાઇથી માત આપી. જો કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક જાળવી રાખતા વડોદરા બેઠક ખાલી થઇ હતી. જે બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના રંજનબેન ભટ્ટે 3 લાખ 29 હજાર 507 મતે કોંગ્રેસના નરેન્દ્ર રાવતને હાર આપી.

bjp

2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરતા વડોદરા લોકસભા હેઠળની તમામ 7 બેઠક પર ભગવો લહેરાવ્યો હતો. પરિણામે ભાજપની સરસાઇ જળવાઇ રહી. વડોદરા બેઠક પર પટેલ. એસસી અને રાજપુત સમુદાયનું સૌથી વધુ પ્રભુત્વ છે. ભાજપ દર વખતે જ્ઞાતિ-જાતિનું ગણિત યોગ્ય રીતે ગણી સતત પોતાનો જનાધાર વધારતી રહી છે. બીજી તરફ કોંગ્રેસે જો વડોદરાવાસીઓનો વિશ્વાસ પોતાના પ્રત્યે વધારવો હશે તો જ્ઞાતિવાદના સમીકરણો યોગ્ય રીતે ઉકેલી અસાધારણ લડત આપવી પડશે.

Read Also

Related posts

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

pratik shah

ઓસ્કાર વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ના આ સ્ટારકિડ્સનું નસીબ ફરી પલટાયું, ઝુંપડપટ્ટીમાં રહેવા થયો મજબુર

Ankita Trada

Post Officeની આ સ્કીમમાં મળશે બંપર ફાયદો, એકવાર પૈસા લગાવો અને મહિના માટે કરો કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!