GSTV
Home » News » અધધધ…કોંગ્રેસનાં એક-બે નહિં પરંતુ આટલા પૂર્વ મુખ્યમંત્રીઓએ હારનો સ્વાદ ચાખવો પડ્યો

અધધધ…કોંગ્રેસનાં એક-બે નહિં પરંતુ આટલા પૂર્વ મુખ્યમંત્રીઓએ હારનો સ્વાદ ચાખવો પડ્યો

લોકસભા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે ખુબ જ નિરાશાજનક પુરવાર થયા છે. આ વખતે કોંગ્રેસ ફક્ત 50 સીટો પર જ આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી પોતાની સત્તાવાળા કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ કોંગ્રેસનાં 8 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ હાર તરફ આગળ વધી રહ્યા છે. જે આ વખતે ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

સત્તામાં પરત આવવાના ઈરાદાથી ચૂંટણી જંગમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટીએ શીલા દીક્ષિત, દિગ્વિજય સિંહ સહિત પોતાના 8 પૂર્વ મુખ્યમંત્રીઓ પર દાવ લગાવ્યો હતો. ચૂંટણી પરિણામોમાં તમામ પૂર્વ સીએમ હાર તરફ વધી રહ્યા છે. તો આવો જોઈએ કોણ છે હાર તરફ વધી રહેલાં પૂર્વ મુખ્યમંત્રીઓ.

ભુપેન્દ્રસિંહ હુડ્ડા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા આ વખતે સોનીપત સીટ પરથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમનો સામનો બીજેપીના ઉમેદવાર રમેશચંદ્ર કૌશિક સાથે થયો હતો. જેમાં ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાએ હારનો સામનો કરવો પડ્યો છે.

sheila Dikshit

શીલા દીક્ષિત

સતત 15 વર્ષો સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં શીલા દીક્ષિતને કોંગ્રેસે ઉત્તર-પૂર્વ દિલ્હી સંસદીય સીટથી ટિકિટ આપી હતી. અહીં તેમનો મુકાબલો બીજેપીના પ્રદેશ પ્રમુખ,ભોજપુરી ફિલ્મ સ્ટાર અને હાલના સાંસદ મનોજ તિવારી સાથે હતો. મનોજ તિવારી સાત લાખ 87 હજાર કરતા વધુ મતોની લીડથી જીત્યા હતાં.

digvijay singh bhopal

દિગ્વિજય સિંહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ લાંબા સમય બાદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. આ જંગમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવાયા હતા. તે બીજેપીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે ચૂંટણી હારી ગયા છે.

હરીશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતને કોંગ્રેસે નૈનીતાલ-ઉધમસિંહનગર સંસદીય સીટથી પાર્ટી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, તે બીજેપીના અજય ભટ્ટથી પાછળ ચાલી રહ્યા હતાં. અંતે ભાજપનાં ઉમેદવારને સાત લાખ 72 હજાર મતો મળ્યા હતાં. જેમાં હરીશ રાવતનો પરાજય થયો હતો.

મુકુલ સંગ્મા

મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમાને કોંગ્રેસ તુરા લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર અગાથા સંગમા સામે ચૂંટણી લડતા હતાં. જેમાં અગાથા સંગમાને 304455 મતો મળ્યા હતાં.

સુશીલ શિંદે

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશીલ કુમાર શીંદે આ વખતે સોલાપુર સીટથી ચૂંટણી લડી રહ્યા હતાં. તે બીજેપી ઉમેદવાર જય સિદ્ધેશ્વર શિવાચાર્ય મહાસ્વામીજી સામે દોઢ લાખ કરતા વધુ મતોથી હાર્યા હતાં.

નબામ તુકી

અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ નબામ તુકી કોંગ્રેસની ટિકિટ પર અરુણાચલ વેસ્ટ સીટથી ચૂંટણી મેદાનમાં હતાં. અહિં તેમનો મુકાબલો કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રીજીજુ સાથે થયો,જેમાં એક લાખ ઓગણચાલીસ હજાર મતોથી તેમને પરાજય થયો છે.

અશોક ચ્વહાણ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ આ વખતે કોંગ્રેસની ટિકિટ પર નાંદેડ સીટ પર લોકસભા ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં અશોક ચ્વહાણનો પરાજ્ય થયો છે. આશરે ચાલીસ હજાર કરતા વધુ મતોથી તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

READ ALSO

Related posts

PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કરાશે ચર્ચા

Riyaz Parmar

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!