GSTV
Home » News » સાંસદનું રિપોર્ટ કાર્ડ: અન્ય દાવેદારોની ચર્ચા છતાં પૂનમ માડમને આ કારણે ભાજપે ફરી આપી ટિકિટ

સાંસદનું રિપોર્ટ કાર્ડ: અન્ય દાવેદારોની ચર્ચા છતાં પૂનમ માડમને આ કારણે ભાજપે ફરી આપી ટિકિટ

જામનગરમાં પૂનમ માડમને પણ ભાજપે ફરી ટિકિટ આપી છે. આ બેઠક પર આમ તો અન્ય દાવેદારોની પણ ચર્ચા હતી. જો કે ભાજપે ફરી પૂનમબહેન પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે જોઇએ ગત ટર્મમાં પૂનમબહેન માડમની કામગીરી કેવી રહી.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને સાંકળતી જામનગર લોકસભા બેઠક પર વિક્રમ માડમનો દબદબો હતો. ભાજપે અહી લોઢુ લોઢાને કાપેની રણનીતિ અમલમાં મુકી. વિક્રમ માડમ સામે ર૦૧૪મા ભાજપે પણ માડમ પરિવારમાંથી જ પૂનમબહેન માડમને મેદાને ઉતાર્યા. ર૦૦૪થી બે વાર હારના સામના બાદ આ બેઠક પૂનમબહેન થકી ભાજપે પાછી મેળવી.

સાંસદ તરીકે પૂનમ બહેને પાર્લામેન્ટમાં કેવી કામગીરી કરી તેની પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં પૂનમ બહેનની 79 ટકા હાજરી હતી.
  • સંસદમાં વિવિધ353 સવાલો પુછ્યા હતા.
  • પૂનમબહેને સંસદમાં 34 જેટલી ચર્ચામાં ભાગ લીધો.

પાંચ વરસની ટર્મ દરમિયાન સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો તેની પર નજર કરીએ તો..  

કેટલી ગ્રાન્ટ વાપરી?

  • સાંસદ દ્વારા 23.33 કરોડનાં કામોની ભલામણ કરાઇ
  • સાંસદની ભલામણ સામે 20.46 કરોડનાં કામો મંજૂર થયા
  • ગ્રાન્ટમાંથી 15.91 કરોડ એટલે કે 88.89 ટકાનો ઉપયોગ

જામનગર બેઠક પર માડમ પરિવારનો દબદબો જોવા મળે છે. આ બેઠક પર આહીર મતદારો ઉપરાંત પાટીદારોનુ પણ એટલુ જ પ્રભુત્વ રહેલુ છે. આવામાં જામનગર બેઠક પર આ વખતે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે.

Related posts

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટુંકાય તેવી શક્યતા, આ જગ્યાએ જવા પર સસ્પેન્સ

Nilesh Jethva

ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની રવાડી હોય છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!